Top News

UN માં PM મોદી: વિશ્વનો દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય, જ્યારે ભારત બદલાય છે ત્યારે વિશ્વ બદલાય છે!

અમેરિકામાં યુનાઈટેડ નેશનની બેઠકમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે મહાસભા (UNGA)માં સંબોધન કર્યું હતું. (PM Narendra Modi Address UN General Assembly) સંબોધન દરમિયાન મોદી આક્રમક મિજાજમાં જણાયા હતા. તેઓએ આડકતરી રીતે પાકિસ્તાન અને ચીન પર આકરાં પ્રહાર કર્યા હતા. ખાસ કરીને આતંકવાદને લઈને બંને દેશોની નીતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખોડી હતી. નામ લીધા વિના વડાપ્રધાને પાકિસ્તાન અને ચીન દ્વારા આતંકવાદનો હથિયાર તરીકે કરાતા ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું કે, કેટલાંક દેશો આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે તે થવું જોઈએ નહીં. આ દેશો દરિયાઈ સીમાનો પણ દૂરુપયોગ કરી રહ્યાં છે. જે થવું જોખમી છે.

દુનિયાના વેક્સીન ઉત્પાદકોને કહ્યું, કમ એન્ડ મેક વેક્સીન ઈન ઈન્ડિયા

આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાને કોરોનાથી જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ કહ્યું કે, છેલ્લાં દોઢ વર્ષથી દુનિયા કોરોનાની જીવલેણ બિમારી સામે લડી રહ્યું છે. હવે આ મહામારીનો અંત આવવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદ વિચારસરણી વધારવાની જરૂરિયાત પર વડાપ્રધાને ભાર મૂક્યો હતો. ભારતનું વેક્સીન પ્લેટફોર્મ એક જ દિવસમાં કરોડો ડોઝ લગાવવા માટે ડિજીટલ પ્લેટફોર્મ આપી રહ્યું છે. ભારત મર્યાદિત સાધનો છતાં વેક્સીન ડેવલપમેન્ટમાં ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પહેલી ડીએનએ વેક્સીન ડેવલપ કરી છે. જે 12 વર્ષથી ઉપરના બાળકોને પણ મુકી શકાશે. તે સિવાય આરએનએ વેક્સીન પણ તૈયાર કરવામાં આવી રહી છે. નેઝલ વેક્સીન પણ તૈયાર થઈ રહી છે. ભારતને દુનિયાના જરૂરિયાતમંદો દેશોને ફરી વેક્સીન આપવાનું શરૂ કર્યું છે. હું આજે દુનિયાના વેક્સીન ઉત્પાદકોને કહેવા માંગું છું કે ભારતમાં આવો અને વેક્સીનનું ઉત્પાદન કરો.

ડિજીટલ ઈન્ડિયાનો વડાપ્રધાને કર્યો ઉલ્લેખ, ભારતમાં જમીનનો રેકોર્ડ પણ ડ્રોનથી જોવાય છે

મોદીએ કહ્યું કે, હું મારા અનુભવથી કહું છું કે યસ ડેમોક્રેસી કેન ડિલેવર. પંડીત દીનદયાલ ઉપાધ્યાય કહેતા હતા કે એકાત્મ માનવવાદ છે. આ પૂરી માનવતાનો વિચાર છે. અંત્યોદયનો વિચાર છે. વિકાસ સર્વસમાવેશી અને સર્વવ્યાપી અથવા સર્વઉપલ્બધ છે. અમે 7 વર્ષમાં 43 કરોડ લોકોને બેન્કિંગથી જોડ્યા છે. 50 કરોડ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાસાથે જોડ્યા છે. વિશ્વમાં અનેક દેશ એવા છે જ્યાં લોકો પાસે જમીનનો રેકોર્ડ નથી. અમે ભારતમાં ડ્રોનથી મેપિંગ કરીને લોકોને જમીનનો રેકોર્ડ ઉપલ્બ્ધ કરાવીએ છીએ. જેથી લોકોને બેન્ક લોન, માલિકી મળે છે. ભારતે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, ભારતની લોકતંત્ર પ્રજાનું આજે હું અહીં પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. જ્યારે ભારત વિકાસ કરે છે તો દુનિયા વિકાસ કરે છે. ભારત વિશ્વનું લોકતાંત્રિક અને વિશ્વાસપાત્ર દેશ છે. વિશ્વનો દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે. જ્યારે ભારતમાં બદલાવ આવે છે ત્યારે દુનિયા બદલાય છે. (When India Reforms World Transforms)

આતંકવાદ મુદ્દે પાકિસ્તાન અને ચીન પર આડકતરી રીતે કર્યા આકરા પ્રહાર

વડાપ્રધાને કહ્યું કે, દુનિયાના અનેક ભાગોમાં હાલ પ્રોક્સીવૉર શરૂ થયું છે. આતંકવાદને મદદ કરનારા લોકો એ વાત ભૂલી જાય છે કે આ બે ધારી તલવાર છે. ક્યારેક ને ક્યારેક આતંકવાદ તેમના માટે પણ જોખમ ઉભું કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને તાલિબાનોના કબ્જા બાદ જે કાયદા લાગુ કરવામાં આવી રહ્યાં છે તેના લીધે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોની સ્થિતિ કફોડી બની છે. મોદીએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં મહિલા અને બાળકોને મદદની જરૂર છે. વિશ્વએ તેમના માટે કશું નક્કર કરવું જોઈએ. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં.


Most Popular

To Top