National

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાં મોદી બીજા નંબરે, જાણો કેટલા છે ફોલોઅર્સ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 72 વર્ષના થયા છે. 26 મે 2014 ના રોજ તેમણે પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી તેઓ 2019 માં ફરીથી વડાપ્રધાન બન્યા. આ પહેલા તેઓ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના બીજા એવા રાજનેતા છે જેમના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર સૌથી વધુ ફોલોઅર્સ છે. આજની તારીખમાં મોદીના 8 કરોડ 25 લાખથી વધુ ટ્વિટર ફોલોઅર્સ છે. તેમાંથી મોદીના વડાપ્રધાન બન્યા બાદ લગભગ સાત કરોડ 40 લાખ ફોલોઅર્સ વધી ગયા છે. મોદી કરતાં વધુ માત્ર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ફોલોઅર્સ (Followers) છે. બરાક ઓબામાના હાલમાં લગભગ 1.32 મિલિયન ફોલોઅર્સ છે. મોદીના બે વર્ષ પહેલા બરાક ઓબામાએ ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ઓબામાએ 2007માં અને મોદીએ 2009માં પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.

એકાઉન્ટ બનાવ્યું ત્યારે પોસ્ટ પર માત્ર એક કે બે લાઈક્સ જોવા મળી હતી
પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ જાન્યુઆરી 2009માં બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટનું યુઝરનેમ @Narendra_Modi હતું જે 13 ઓક્ટોબર 2009ના રોજ બદલીને @narendramodi કરવામાં આવ્યું હતું. આ માટે મોદીએ પોતાના ખાતામાંથી અભિષેક દેસાઈનો આભાર માન્યો હતો. એવું કહેવાય છે કે અભિષેક દેસાઈ મોદીના સોશિયલ મીડિયાને હેન્ડલ કરતા હતા. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષમાં કુલ 50 ટ્વિટ કરવામાં આવી હતી. આમાંથી મોટા ભાગનાને માત્ર એક કે બે લાઈક્સ મળી છે.

યુઝર્સને પ્રથમ વખત આપ્યો હતો આ જવાબ
મોદી પહેલા પણ ટ્વિટર યુઝર્સને જવાબ આપતા હતા. 13 જુલાઈ 2009ના રોજ પ્રથમ વખત તેમણે વિશ્વાસ સક્સેના નામના યુઝરને જવાબ આપ્યો હતો. વાસ્તવમાં મોદીએ ગુજરાતી ભાષામાં કેટલાક કાર્યક્રમની માહિતી આપી હતી. જેના પર વિશ્વાસ સક્સેના નામના યુઝરે લખ્યું કે નરેન્દ્ર મોદી સાહેબ કૃપા કરીને તેને અંગ્રેજી અથવા હિન્દીમાં અપડેટ કરો. મને ગુજરાતી સમજાતું નથી. આના પર મોદીએ તરત જ જવાબ આપ્યો અને એક લિંક પણ શેર કરી હતી. તેમને કહ્યું કે લોકો તેને અંગ્રેજી સંસ્કરણમાં પણ વાંચી શકે છે.

અમિતાભ બચ્ચન ત્રીજા નંબરે
જે વર્ષે નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એકાઉન્ટ બનાવ્યું તે માત્ર ત્રણ ભાષામાં જ અપડેટ કરતા હતા. તેમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ હતી. 2013માં એનડીએ દ્વારા તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ નરેન્દ્ર મોદીના ટ્વિટર યુઝર્સ ખૂબ જ ઝડપથી વધ્યા હતા. 2014 પહેલા મોદીના લગભગ 4 મિલિયન ફોલોઅર્સ હતા જે એક વર્ષમાં 54.45 ટકા વધીને 8.5 મિલિયન થઈ ગયા હતા. તે સમયે દેશમાં સૌથી વધુ ટ્વિટર યુઝર્સની સંખ્યા મોદીથી વધી હતી. આ મામલામાં આમિર ખાન બીજા નંબરે હતા. આમિરના ફોલોઅર્સમાં 39.82%નો વધારો થયો હતો. ત્રીજા નંબરે અમિતાભ બચ્ચન હતા જેમના ફોલોઅર્સમાં 31.74%નો વધારો થયો હતો.

મોદી ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ સક્રિય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેસબુક, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 69.5 મિલિયન ફોલોઅર્સ છે. મોદીના યુટ્યુબ પર 12.6 મિલિયન અને ફેસબુક પર 47 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.

Most Popular

To Top