Gujarat

ગાંધીનગર: પીએમ મોદીએ કહ્યું પહેલા ગુજરાતની વેપાર માટે ઓળખ હતી હવે મેન્યુફેક્ચરિંગ તરીકે ઓળખાય છે

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદીની આ મહિનામાં ગુજરાતની આ બીજી મુલાકાત છે. બે દિવસીય પ્રવાસમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતને 15 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતની પ્રજાને દિવાળી ભેટ આપશે. વડાપ્રધાને ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો-22નું (Defence Expo 2022) ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદી અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું (Mission School of Excellence) ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

પીએમ મોદી અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ કાર્યક્રમને સંબોધન શરૂ કર્યું છે. પીએમ મોદી કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પર ગુજરાતવાસીઓને શુભેચ્છા પાઠવું છું. 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 100માંથી 20-25 ટકા બાળકો સ્કૂલમાં જ નહોતા જતા, ઘણા વિદ્યાર્થીઓ માંડ માંડ ધોરણ 8 સુધી અભ્યાસ કરતા હતા. તાજેતરમાં જ ભારતે મોબાઈલ અને ઈન્ટરન્ટ સેવાઓ્ની પાંચમી પેઢી યુગમાં પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 4G સુધી ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કર્યો હવે 5G એક મોટું પરિવર્તન લાવશે.

પીએમ મોદીએ ગુજરાતવાસીઓને સંબોધતા કહ્યું કે બે દસકામાં ગુજરાતના લોકોએ શિક્ષણની કાયા પલટી નાખી છે. બે દસકામાં સવા લાખથી વધુ ક્લાસરુમ બન્યાં છે. બે લાખથી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. શિક્ષણજગતમાં કંઈ અલગ, યુનિક અને નવું કરવાની શક્તિ અને ગુણવત્તા સાથે સ્વભાવ છે. 20 હજાર સ્કૂલના બાળકો કોમ્પ્યુટરથી અભ્યાસ કરે છે. નવી શિક્ષણનીતિનો ગુજરાતમાં અમલ થતો દેખાય રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે પહેલા ગુજરાતીઓની ઓળખ વેપારી તરીકેની હતી હવે તે દરેક ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગથી પોતાની અલગ જ ઓળખ ઉભી કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે એક સમયે વિશ્વની સૌથી મોટી લાયબ્રેરી ભારતમાં હતી. તેમણે કહ્યું દરેત જનરેશને ટેકનોલોજી સાથે જીવનને જોડ્યું છે. શિક્ષણ વ્યવસ્થાને નેકસ્ટ લેવલ પર આ મિશન લઈ જશે. તેમણે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની શુભેચ્છા આપું છું. પીએમ કહ્યું કે આ પહેલા જ્યારે ગાંધીનગર આવ્યો હતો ત્યારે એ ગુણોત્સવનો ટેકનોલોજી સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર રૂપે જોવા મળ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે કઇક નવું કરવું એ ગુજરાતના DNAમાં છે, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી દુનિયામાં એકમાત્ર યુનિવર્સિટી છે. તેમણે કહ્યું કે ખેલમહાકુંભનું આયોજન પણ ગુજરાતે જ શરૂ કર્યું હતું. રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ગુજરાતમાં થયો અને હું સતત ખેલાડીઓ અને કોચના સંપર્કમાં રહું છું.તેમણે કહ્યું કે ગુજરાતમાં પહેલીવાર ટીચર ટ્રેનિંગ યુનિવર્સિટી, ઈસ્ટીટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના ગુજરાત સરકારે કરી હતી. કેન્દ્ર સરકારે આખા દેશમાં 14 હજારથી વધુ પીએમ શ્રી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલ આખા દેશમાં નવા નેશનલ એજ્યુકેશન પોલિસી માટે મોડલ સ્કૂલ હશે.

વડપ્રધાન મોદીએ આધુનિક શિક્ષણની વાત કરતા કહ્યું કે કોડિંગ રોબોટિક્સની તમામ સુવિધાઓ અને શિક્ષણ બાળકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારે 14 હજાર પીએમ શ્રી સ્કૂલનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 27 હજાર કરોડ રૂપિયા આ પ્રોજેક્ટ પાછળ ખર્ચવામાં આવશે. બાળકને તેમની જ ભાષામાં શિક્ષણ મળે તેની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખવામાં આવશે. તેમણે કહ્યું કે હું ગુજરાતની ભાવી પેઢીને એમના માતા પિતાને શુભકામનાઓ આપુ છું.

Most Popular

To Top