National

ગુજરાતની જેમ કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારને વોટ આપવા પીએમ મોદીની અપીલ

બેંગ્લોર: કર્ણાટકમાં(Karnataka) ચૂંટણીને(election) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરમાં પ્રચાર કરી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં રાજ્યમાં પ્રચાર માટે પીએમ મોદીએ(PM Modi) આજે કર્ણાટકમાં રોડ શો(Road show) કર્યો હતો. રોડ શો કર્યા પછી પીએમ મોદીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા.

પીએમ મોદીએ હુમનાબાદમાં (Humnaba) જાહેર સભાને સંબોધતા કહ્યુ કે, કર્ણાટકને દેશમાં નંબર વન રાજ્ય બનાવવાનું છે. ખેડુતોના વિરોધી અને માફીયાના નામે છેતરપિંંડી કરનારાઓને જવાબ આપવા માટે રાજ્યમાં ડબલ એન્જિન સરકાર(Double engine Govt) જરૂરી છે.

પીએમ મોદીએ જનસભામાં સંબોધિત કરતા કહ્યુ કે, આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી, પરંતુ રાજ્યને દેશમાં નંબર વન બનાવવા માટે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે લગભગ દર વર્ષ 30 હજાર વિદેશી રોકાણ કર્ણાટકમાં આવતુ હતું, જ્યારે ભાજપની સરકારમાં દર વર્ષ લગભગ 90 હજાર વિદેશી રોકાણ કર્ણાટકમાં આવી રહ્યુ છે. ડબલ એન્જિન સરકારનો મતલબ ડબલ બેનિફિટ, ડબલ સ્પીડ થાય છે. પીએમ મોદીની કર્ણાટકમાં આ વર્ષની નવમી મુલાકાત છે.

કર્ણાટકમાં 10મેના રોજ 224 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. પીએમ મોદી આજે અને આવતીકાલે રાજ્યમાં અલગ-અલગ રોડ શો અને સભાને સંબોધિત કરશે. પીએમ મોદી હૂમનાબાદમાં રોડ શો અને સભાને સંબોધિત કર્યા પછી વિજયપુર માટે રવાના થશે. જ્યાં પીએમ મોદી બપોરે 1 વાગ્યે બીજી જાહેર સભાને સંબોધિત કરશે.

સભાને સંબોધિત કર્યા પછી પીએમ મોદી સાંજે બેંગ્લોર નોર્થમાં રોડ શો કરવા માટે રવાના થશે. બેંગ્લોરૂમાં રાજભવનમાં રાત્રિના આરામ કર્યા પછી રવીવારે સવારે કોલાર, રામનગર જિલ્લના ચન્નાપટના અને હાસન જિલ્લાના બેલુર ખાતે જશે. આ દરમિયાન મૈસુરમાં રોડ શો પણ કરશે. મૈસુરમાં રોડ શૌ કર્યા પછી દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top