World

યુક્રેનનો રશિયાના તેલ ભંડાર પર હુમલો, ક્રિમિયા તેલ ભંડારમાં લાગી ભીષણ આગ

રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે યુદ્ધ (War) અટકવાનું નામ નથી લેતું. આ વખતે યુક્રેને રશિયાના તેલ ભંડારને નિશાન બનાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેને ક્રિમિયાના તેલ ભંડાર પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. જેના કારણે ભીષણ આગ (Fire) ફાટી નિકળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ 11 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે જેને કાબૂમાં લેવું મુશ્કેલ બની રહ્યું છે. રશિયન અગ્નિશામકો આગને ઓલવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

યુક્રેને બ્લેક સી પાસે ક્રિમિયામાં શિવસ્તોપોલના રશિયન નેવલ બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલા માટે યુક્રેને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. સેવાસ્તોપોલ શહેરમાં રશિયા દ્વારા નિયુક્ત ગવર્નર મિખાઇલ રઝવોઝાયેવે તેમના ટેલિગ્રામ એકાઉન્ટ પર આગનો વીડિયો અને ફોટા શેર કર્યા છે. રઝવોઝાયેવે કહ્યું કે આ આગની સૌથી ભયાનક ઘટનાઓમાંની એક છે જેને કાબૂમાં રાખવી ખૂબ મુશ્કેલ હશે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરના સમયમાં આ સૌથી મોટો ડ્રોન હુમલો હોવાનું કહેવાય છે.

રશિયાના કિવ પર 20 થી વધુ મિસાઇલો 22 લોકોના મોત
રશિયાએ શુક્રવારે વહેલી સવારે યુક્રેનની રાજધાનીની આસપાસ 20થી વધુ ક્રૂઝ મિસાઈલ અને બે ડ્રોન હુમલા કર્યા બાદ ડ્રોન હુમલાની આ કાર્યવાહી થઈ હતી. શુક્રવારે રશિયાએ યુક્રેનની રાજધાનીની આસપાસ 20 થી વધુ મિસાઇલો છોડી અને બે ડ્રોન હુમલા કર્યા હતા. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા. મધ્ય યુક્રેનમાં રહેણાંક મકાન પર થયેલા બે મિસાઈલ હુમલામાં આમાંથી મોટાભાગના લોકોના મોત થયા હતા. કિવ સિટી એડમિનિસ્ટ્રેશન અનુસાર લગભગ બે મહિનામાં પહેલીવાર એવું બન્યું હતું કે રાજધાની કિવની આસપાસ હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા. આ હુમલાઓ દરમ્યાન યુક્રેનની વાયુસેનાએ કિવ પર 11 ક્રુઝ મિસાઇલો અને બે ડ્રોનના હુમલાને અટકાવ્યા હતા.

Most Popular

To Top