Columns

પરફેક્શન ઇઝ બિગેસ્ટ એનિમી ઓફ ધ ગ્રોથ

એક કંપનીના પ્રમોટરની વાત કરું. સવારે દેશના વિવિધ ભાગમાં ચાલતા કંપનીના પ્રોજેક્ટસનો રીવ્યુ કરવાનું ચાલુ કર્યું. અગિયાર વાગ્યાથી મીટિંગ્સ શરુ થાય. આખા દિવસમાં લગભગ 10 જેટલા પ્રોજેક્ટનું રિવ્યું કરવાનું એજેન્ડામાં હોય પરંતુ કંપનીના પ્રમોટર બહુ પરફેક્શનિસ્ટ. કંપનીના અિધકારીઓના પ્રેઝેન્ટેશનના ફોર્મેટમાં પણ કલરનો બદલાવ હોય તો તે ન ચલાવી લે. શરૂઆતના એક પ્રોજેક્ટના રીવ્યુમાં એટલું બધું ડિટેઇલિંગ કરે કે પહેલા પ્રોજેકટનું રીવ્યુ પૂરું કરે ત્યારે સાંજના 4 વાગી જાય. બીજા પ્રોજેક્ટનું ફરી રીવ્યુ શરુ થાય અને તેનું પણ રાતના નવ વાગ્યા સુધી ચાલે. છેલ્લે દિવસને અંતે દશમાં થી બે પ્રોજેકટનું બરાબર રીવ્યુ થાય અને બાકીના આઠ પ્રોજેક્ટસ એમને એમ રહે. પ્રમોટરના વધુ પડતા પરફેક્શનિસ્ટ સ્વભાવને લીધે જે બાબતમાં ઉંડાણમાં ન જવાનું હોય તેમાં પણ જાય અને પોતાના અને કંપનીના બાકી કર્મચારીઓના સમયની બરબાદી કરે. કંપની માલિકે બે પ્રોજેક્ટમાં ખુબ જ સરસ ઉંડાણથી રીવ્યુ કર્યો સાથે સાથે શું ગુમાવ્યું એનું લિસ્ટ આ મુજબ છે

  • બાકીના આઠ પ્રોજેક્ટસની ટિમ મીટિંગ્સ રૂમની બહાર વેઈટ કરતી રહે તેના સમયની બરબાદી
  • કંપનીના અધિકારીઓ જ્યાં સુધી પ્રમોટરનું રીવ્યુ ન પૂરું થાય ત્યાં સુધી બીજું કામ કરી શકતા નથી
  • બાકીના પેન્ડિંગ પ્રોજેક્ટના રીવ્યુ માટે જયારે બીજો સમય ફાળવવામાં આવે ત્યારે કંપનીના ઘણા કર્મચારીઓના આગાઉના ટ્રાવેલિગ તેમ જ બધા જ શિડ્યુલ ચેન્જ કરવા પડતા હોય છે આથી એકંદરે ખર્ચામાં વધારો
  • જ્યાં સુધી રીવ્યુ ન પતે ત્યાં સુધી કંપનીના કર્મચારીઓ    એન્ઝાઇટીમાં      રહેતા હોય છે અને આખરે સવાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ચાલુ થઇ જાય છે
  • રીવ્યુ ન થયેલા પ્રોજેક્સ્ટમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે તેમાં વાર થાય અને પ્રોજેક્ટ ટાઈમસર પૂરો નથી થતો અને આખરે તો છેલ્લે કંપનીએ જ ભોગવવું પડે છે.

દુનિયાની એક જાણીતી કંપનીએ બે વર્ષ પહેલા કરેલા સર્વેમાં એક વસ્તુ જાણવા મળી હતી કે જે લીડર પરફેક્શનિસ્ટ હોય છે તેઓ મલ્ટીટાસ્કીંગ કરી શકતા નથી. તેઓ ટેક્નિકલ બાબતોમાં અથવા તો કોઈ એક કે બે બાબતો પર સારી એવી પકડ જમાવી શકે છે પરંતુ તેઓના પરફેક્શનિસ્ટ સ્વભાવને કારણે એક કરતા વધુ ટાસ્ક હેન્ડલ કરી શકતા નથી. પરફેક્શનિસ્ટ સ્વભાવ ધરાવતા લીડર્સ કદી જલ્દી નિર્ણયો લઇ શકતા નથી. સર્વે પ્રમાણે જે લોકો કોમનસેન્સ ધરાવતા અને લોજીક પર નિર્ણંય લેતા હોય તે વ્યક્તિ કે લીડરનો ગ્રોથ જલ્દી થાય છે. પરફેકશનિસ્ટ લોકો ફૂંકી ફૂંકી ને પાણી પીએ જયારે મલ્ટીટાસ્કીંગ ધરાવતા લોકો તરત નિર્ણંય લે છે. સર્વે પ્રમાણે કંપનીના વિવિધ વિભાગોના વડાઓ જો વધુ પડતું પફેક્શનિસ્ટ વૃત્તિ ધરાવતા હોય ત્યારે કમ્પનીની બિઝનેસ સાઇકલની ઝડપ ઘટાડી દે છે. સર્વેમાંથી એક વાત વિદિત થાય છે, હા કામમાં ચોકસાઈ હોવી જરૂરી છે, પરંતુ વધુ પડતી ચોકસાઈ અને ઊંડાણમાં જવાની પ્રમોટર અથવા તો લીડરની વૃત્તિ કંપનીને ડુબાડી દે છે. એક વસ્તુ 100 ટકા ચોકસાઈ પૂર્વક કરવી એના કરતા બધી વસ્તુ એક સાથે આગળ વધે તે વધુ મહત્ત્વનું છે.

ટાટા ગ્રુપના માંધાતા રતન ટાટાના શબ્દોમાં – જે લોકો તુરંત નિર્ણંય નથી લેતા તેઓ ગ્રોથની ગાડી ચુકી જાય છે. અદાણી ગ્રુપના ગૌતમભાઈ અદાણી અને રિલાયન્સના મુકેશ અંબાણી તુરંત જ નિર્ણંય લેવા માટે જાણીતા છે અને એટલે જ તેઓનો ગ્રોથ બીજા કરતા વધુ છે. જે એન્ટ્ર પ્રિન્યોર લોકોને સાથે રાખીને, લોજીક અને ચોકસાઈ સાથે ઝડપી નિર્ણંય લેતા હોય છે તેમનો ગ્રોથ વધુ થતો હોય છે. કેટલાક સૂચનો:

  • વધુ પડતી ચોકસાઈ અને ઝડપી નિર્ણય એ બન્ને વચ્ચેનો તફાવત કંપનીના લીડરે સમજવાનો છે
  • પોતાની વધુ પડતી ચોકસાઈ કંપનીના ગ્રોથને નેગેટિવ અસર તો કરતી નથી તે જોવું મહત્વનું છે
  • પોતાની ટિમ મેમ્બર્સ પર વિશ્વાસ રાખીને કંપનીના મહત્ત્વના નિણર્યો લેવાનું તે લીડર માટે ખુબ મહત્વનું છે
  • પોતાના પરફેક્શનિસ્ટ સ્વભાવને કારણે કંપનીના કર્મચારીઓના સમયનો બગાડ ન થાય તે જોવાની ફરજ લીડરની છે
  • એક સાથે વધારે વસ્તુનો પ્રોગ્રેસ થાય તો જ કંપનીનો ગ્રોથ થાય તે યાદ રાખવું.

Most Popular

To Top