National

Paytm પર મોબાઈલ રિચાર્જ હવે મોંધુ પડશે, આટલો ચાર્જ લાગશે

નવી દિલ્હી: (New Delhi) પેટીએમ (Paytm) પર મોબાઈલ રિચાર્જ કરવું હવે મોંધુ પડશે. થોડા મહિનાઓ પહેલા ફોનપેએ મોબાઇલ રિચાર્જ પર સર્વિસ ચાર્જના (Service Charge) નામે વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરી હતી. જેનો ગ્રાહકોએ ભારે વિરોધ કર્યો હતો. હવે પેટીએમએ પણ મોબાઇલ રિચાર્જ પર વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. જો તમે પેટીએમથી મોબાઇલ રિચાર્જ (Mobile recharge) કરો છો તો તમારે 1 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડી શકે છે. સર્વિસ ચાર્જની વાસ્તવિક રકમ તમારા રિચાર્જની રકમ પર આધારિત છે.

  • હવે પેટીએમથી રિચાર્જ કરવું મોંઘું થશે
  • પેટીએમથી કરેલ તમામ પેમેન્ટ મોડ પર 1-6 રૂપિયા સુધીના વધારાના શુલ્ક લાગુ થશે
  • ટ્વિટર પર ઘણા યુઝર્સે આ અંગે વિરોધ નોંધાવ્યો
  • 2019માં પેટીએમએ કહ્યું હતું કે તે કોઈપણ ગ્રાહક પાસેથી ક્યારેય કોઈ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલશે નહીં
  • ગયા વર્ષે ઓક્ટોબરમાં ફોનપેએ સત્તાવાર રીતે કહ્યું હતું કે તે હવે મોબાઇલ રિચાર્જ માટે ચાર્જ કરશે

પેટીએમ દ્વારા કરવામાં આવેલ તમામ પેમેન્ટ મોડ પર 1-6 રૂપિયા સુધીના વધારાના શુલ્ક લાગુ થશે. જો તમે પેટીએમ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરો છો તો પણ તમારી પાસેથી શુલ્ક લેવામાં આવી શકે છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે. પેટીએમ અનુસાર, આ ચાર્જ પ્લેટફોર્મ ચાર્જ તરીકે લેવામાં આવી રહ્યો છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે 100 રૂપિયાથી વધુનું રિચાર્જ કરાવશો તો જ તમારી પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2019માં પેટીએમએ કહ્યું હતું કે તે કોઈપણ ગ્રાહક પાસેથી ક્યારેય કોઈ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલશે નહીં. પેટીએમએ આ સંબંધમાં બ્લોગની લિંક સાથે એક ટ્વિટ પણ કર્યું હતું. આ ટ્વિટ આજે પણ અસ્તિત્વમાં છે પરંતુ બ્લોગની લિંક સમાપ્ત થઈ ગઈ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ફોનપેએ સત્તાવાર રીતે કહ્યું હતું કે તે હવે મોબાઇલ રિચાર્જ માટે ચાર્જ કરશે. કંપનીના નિવેદન અનુસાર, 50 રૂપિયાથી વધુના રિચાર્જ પર 1 રૂપિયાનો ચાર્જ લાગશે જ્યારે તમે 100 રૂપિયાથી વધુનું રિચાર્જ કરો છો તો તમારી પાસેથી 2 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

Most Popular

To Top