Entertainment

પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શાહરૂખ-દીપિકા અને જ્હોન જોરદાર એક્શન કરતા જોવા મળ્યા

મુંબઈ: શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પદુકોણની (Deepika Padukone) ફિલ્મ પઠાણનો (Film Pathaan) ઈતઝાર પૂરો થયો, આખરે શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ (Pathaan Trailer release) થઈ ગયું છે. ત્યારે આજે પઠાણની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે આ દિવસ ખાસ બની ગયો છે, કારણ કે 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં શાહરૂખ ખાનનો ફુલ ઓન એક્શન અવતાર જોવામાં મળશે, કારણ કે તેને જોઈને રૂવાંટા ઉભા થઈ જશે.

ટ્રેલરમાં શું છે ખાસ?
પઠાણના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે રાહ પૂરી થઈ ગઈ છે. પઠાણની રિલીઝના 15 દિવસ પહેલા જ શાહરૂખ અને દીપિકાની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર ચાહકો સાથે શેર કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહરૂખનો દમદાર અવતાર જોવા જેવો છે. શાહરૂખને પાવર પેક્ડ એક્શન મોડમાં જોઈને ચાહકો કિંગ ખાન પરથી નજર હટાવી શકતા નથી.

દેશને બચાવશે પઠાણ!
શાહરૂખ ખાન પઠાણમાં સૈનિકની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેમજ ફિલ્મના ટ્રેલર પ્રમાણે શાહરૂખ દેશને આતંકવાદી જૂથના હુમલાથી બચાવશે. જોન અબ્રાહમ ભારત પર હુમલો કરવાની યોજના ઘડે છે. પરંતુ કિંગ ખાન આ ઇરાદાઓને પૂર્ણ થવા દેશે નહીં. પોતાના દેશને આતંકવાદી હુમલાથી બચાવવા માટે, શાહરૂખ પોતાનો વનવાસ છોડીને એક્શન મોડમાં આવે છે અને આ લડાઈમાં પઠાણને દીપિકા પાદુકોણનો સાથ મળે છે. ટ્રેલર એક્શનથી ભરપૂર છે. શાહરુખ, દીપિકા અને જ્હોન અબ્રાહમ વચ્ચેની ભીષણ લડાઈ તમને થોડીક સેકન્ડોમાં ઉત્તેજનાથી ભરી દે છે અને શાહરુખનો ડાયલોગ- પઠાણ તો આયેગા…સાથ મેં પતાકે ભી લાયેગા…શાહરુખનું આટલું બોલીને તમે પ્રેમમાં પડી જશો.

‘પઠાણ’ના ટ્રેલરમાં શાહરૂખને જોરદાર એક્શન અવતારમાં જોયા પછી, ચાહકો માટે ફિલ્મની રાહ જોવી ભારે પડી ગઈ છે. શાહરૂખના કિલર એક્શનની સાથે તેના લુક્સ, ફિઝિક્સ અને દીપિકા સાથેની રોમેન્ટિક કેમિસ્ટ્રીએ બધાના દિલ જીતી લીધા છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે શાહરૂખ નવા વર્ષમાં ધમાકેદાર કમાણી કરવા જઈ રહ્યો છે.

બેશરમ રંગ પઠાણનો વિવાદ
પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. જોકે, પઠાણ રિલીઝ પહેલા વિવાદોનો સામનો કરી રહ્યો છે. ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થતાની સાથે જ કેટલાક ધાર્મિક સંગઠનોના લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરેલી કેટલાક લોકોને પસંદ પડી ન હતી. તેમનું કહેવું છે કે બેશરમ રંગ ગીત પર કેસરી રંગની બિકીની પહેરીને ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. વિવાદો બાદ એવા પણ અહેવાલ છે કે પઠાણમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, વિવાદો વચ્ચે પણ શાહરૂખને તેના ચાહકો તરફથી ભરપૂર સમર્થન અને પ્રેમ મળી રહ્યો છે.

પઠાણનો જાદુ 4 વર્ષ પછી ફરી ‘ચાલશે’?
શાહરૂખ ખાન 4 વર્ષ બાદ પઠાણ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો તેને જોવા આતુર છે. ફિલ્મના દમદાર ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. હવે જોઈએ કે રિલીઝ બાદ પઠાણને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે.

Most Popular

To Top