Comments

પંજાબે મોટી કિંમતે શાંતિ હાંસલ કરી હતી, જેને રાજકીય પક્ષોના લાભ કે નુકસાન માટે છીનવી શકાશે નહીં

રાષ્ટ્રીય સુરક્ષા અને હિત સાથે સંબંધિત મુદ્દાઓ સાથે કામ કરતી વખતે રાજકારણ અથવા તેથી વધુ ચૂંટણીના રાજકારણને પાછળનું સ્ટેજ લેવું જોઈએ. વિવાદાસ્પદ સ્વયંભૂ ઉપદેશક પોતાને ‘ખાલિસ્તાન’ના નાયક તરીકે દર્શાવતાં પંજાબ પોલીસ દ્વારા સખત પીછો કરવા દરમિયાન અમૃતપાલ સિંઘનો નાટકીય રીતે ભાગી જવા અને યુનાઇટેડ કિંગડમ, યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં તેના હમદર્દો દ્વારા વિરોધની શ્રેણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને દબાવવો અનિવાર્ય બની ગયો છે.

ભાગેડુ અલગતાવાદીનું થોડા મહિનાઓ પહેલા દુબઈથી અચાનક અને કોઈનું ધ્યાન વગરનું ઉતરાણ અને તેના એક સમર્થકને લોક-અપમાંથી મુક્ત કરવા દબાણ કરવા માટે અમૃતસરના પોલીસ સ્ટેશન પર ધમાલ, જે તેણે બિનશરતી રીતે હાંસલ કર્યું અને વિજયી થઈને ચાલ્યો ગયો. ત્યાર બાદ થોડા સપ્તાહ શાંત રહ્યા બાદ પોલીસે તેને પકડવા માટે તેના ગામમાં દરોડા પાડ્યા, તેના કેટલાક નજીકના સમર્થકોને પકડવામાં આવ્યા, જેના પરિણામે ભાગવું અને પીછો કરવાનું નાટક ભજવાયું અને તેના પછી તે ભાગી જવામાં સફળ થયો.

સિંહ એક નવી ઘટના છે અને સામૂહિક અપીલથી દૂર છે, પરંતુ અયોગ્ય ઘટનાક્રમો અને કેન્દ્ર અને ખાસ કરીને પંજાબ સરકાર બંને દ્વારા પરિસ્થિતિનું ગેરહેન્ડલિંગ અથવા ગેરરીડિંગએ લોકોના મનમાં ભ્રમ પેદા કર્યો છે, ગંભીર શંકાઓ ઊભી કરી છે અને તાત્કાલિક જવાબોની ભીખ માગતા પ્રશ્નો જન્માવ્યા છે. રાજ્યના મુખ્ય મંત્રી ભગવંત સિંહ માન અને તેમના બોસ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પરિસ્થિતિને ચતુરાઈપૂર્વક સંભાળવા માટે તેમની પીઠ થપથપાવવાનો દાવો જે વધુ ઉત્સુકતા પેદા કરે છે.

કોઈ પણ રાજકીય નેતા, તે પણ બે ચૂંટાયેલા મુખ્ય મંત્રીઓ એક રાષ્ટ્રવિરોધી દ્વારા સફળતાપૂર્વક ભાગી જવા પર આત્મ-પ્રશંસા કરવાનું સાહસ કેવી રીતે કરી શકે? આ ફક્ત આશ્ચર્યજનક છે અને આત્મ-પ્રશંસા અને કોઈપણ ભોગે રાજકારણની મુખ્ય નવી બ્રાન્ડમાં ઉમેરો છે. ભૂતકાળમાં જે અપવાદ હતો તે હાલમાં એક આદર્શ બની ગયો છે અને વધુ ને વધુ રાજકીય પક્ષો અને નેતાઓ આ વલણ અપનાવી રહ્યા છે. પંજાબ આવી રાજનીતિક તાનાશાહીને સાખી ન શકે. કારણ કે, તે ત્રણ દાયકાના આતંકવાદ પછી લોહીલુહાણ થઈને બહાર આવ્યું છે. રાજ્યએ મોટી કિંમતે શાંતિ હાંસલ કરી હતી, જેને રાજકીય પક્ષોના લાભ કે નુકસાન માટે છીનવી શકાશે નહીં. તેથી, અમૃતપાલ સિંહ પ્રકરણથી સત્તાનાં વર્તુળોમાં ખતરાની ઘંટડીઓ વાગવી જોઈએ. તેઓએ કોઈપણ પ્રકારના રાજકીય દુ:સાહસથી દૂર રહેવું જોઈએ અને કોઈપણ કિંમતે પંજાબમાં શાંતિ જાળવી રાખવા માટે કામ કરવું જોઈએ.

સત્તાની લાલસા દ્વારા સંચાલિત રાજકીય દુ:સાહસના કારણે પંજાબ અને તેને અડીને આવેલા જમ્મુ અને કાશ્મીર સમયાંતરે ફ્લૅશ-પૉઇન્ટ બની રહ્યા છે. અલબત્ત, એક વધુપડતા કટ્ટર પાકિસ્તાન પરિબળ સાથે. અને વ્યૂહાત્મક સ્થળોએ શાંતિ માનવ જીવન અને અર્થવ્યવસ્થા બંનેની દૃષ્ટિએ ભારે કિંમત ચૂકવતાં પહેલાં હાંસલ કરવામાં આવી નથી. જે લોકો તેને માત્ર ઉત્તર ભારતની ઘટના તરીકે વાંચે છે તેઓના વિચારો ખોટા છે. પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશો અને લદ્દાખમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની રાષ્ટ્રીય અસર થશે. કારણ કે, આ પ્રદેશ ભારતના બે દુશ્મન પાડોશીઓ-ચીન અને પાકિસ્તાન દ્વારા ઘેરાયેલો છે. ભૂતકાળમાં જોયું તેમ બહુ દૂર નથી.

ગેરપ્રવૃત્તિ અથવા કુશાસનને કારણે ઉત્પન્ન થનાર કોઈપણ વિક્ષેપ અથવા રાજકીય શૂન્યતા, બે નજીકના રાષ્ટ્રોને આ અંતરને ભરવા માટે રાષ્ટ્રવિરોધી તાકાતોને સમર્થન કરવાની તક પૂરી પાડે છે. શાંતિ સ્થપાય તે પહેલાં પંજાબમાં અને જમ્મુ અને કાશ્મીરમાં આવું બન્યું હતું. ચોક્કસપણે, પ્રોક્સી યુદ્ધ દ્વારા અશાંતિ ફેલાવનારાઓની નાપાક યોજનાઓ પરાસ્ત થઈ ગઈ છે, પરંતુ નિશ્ચિત રૂપે તેમના ઇરાદા બદલાયા નથી અને જેના સંકેત હાલમાં પંજાબમાં અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પ્રવર્તતી અસ્વસ્થતામાં દેખાય છે.

તેથી, કેન્દ્ર અને પંજાબમાં રાજકીય પક્ષો, ખાસ કરીને શાસક પક્ષોએ સાવચેત રહેવાની જરૂર છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે હજારો રાજકીય નેતાઓ અને કાર્યકરો અને નિર્દોષ લોકો માત્ર પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા. કારણ કે, આતંકવાદ તેની જાળ ફેલાવે છે. સુરક્ષાકર્મીઓ દ્વારા માત્ર બે વિસ્તારોમાં શાંતિ જ નહીં, પરંતુ રાજકીય પ્રક્રિયાની શરૂઆત સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને કોણ ભૂલી શકે.જ્યારે આપણે 21મી સદીમાં તેજીથી બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો હેઠળ છીએ ત્યારે આ પૃષ્ઠભૂમિથી રાજકીય પક્ષોને બમણું સાવચેત રહેવું જોઈએ. તેમણે હંમેશાં રાષ્ટ્રીય હિત માટે માર્ગદર્શિત થવું જોઈએ, નહીં કે રાજકીય હિત માટે. જ્યારે પણ રાષ્ટ્રીય કે પ્રાદેશિક હિતને રાજકીય નિહિત સ્વાર્થોને આધીન બનાવવામાં આવ્યું ત્યારે દેશ, પ્રદેશ અને પ્રજાને નુકસાન થયું છે. તે પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં અને ભૂતકાળમાં દેશના અન્ય સ્થળોએ જોવા મળ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં અથાગ પ્રયત્નો પછી સપાટી પર પ્રવર્તતી શાંતિ સાથે, દેશ ફરી એકવાર અશાંત પંજાબને ચલાવી નહીં લે. હા, ચીનની મદદથી પાકિસ્તાન આ પ્રદેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનું પ્રેરક છે, પરંતુ તે સમસ્યાનો એક ભાગ છે. જ્યારે આ સંવેદનશીલ વિસ્તારોમાં ગેરવહીવટ, કુશાસન અને રાજકીય કારનામાઓ દ્વારા તેમને અનુકૂળ પરિસ્થિતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે પાકિસ્તાન પરિબળ વધુ સક્રિય રીતે કાર્યમાં આવે છે. સમય સમય પર કેન્દ્રમાં વ્યવસ્થાઓની મિલીભગત થઈ જાય છે. આ પ્રદેશમાં કાયમી શાંતિ માટે તે હંમેશાં અનિવાર્ય છે કે અનેક સ્વરૂપોમાં આવતા અસામાજિક તત્ત્વો માટે એક ઇંચ પણ બક્ષવામાં નહીં આવે. તેમના વિક્ષેપકારક પ્રવચન માટે કોઈ જગ્યા ખુલ્લી ન છોડવી જોઈએ, જે પ્રતિભાવશીલ લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો અને વહીવટ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

પંજાબ અને જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિઓ એક અનોખી ઘટના રજૂ કરે છે, જે ઉપરોક્ત સમય-પરીક્ષણ સૂત્રની બહાર છે. પંજાબમાં બહુમતી સાથે ચૂંટાયેલી સરકાર છે. જોકે, આમ આદમી પાર્ટી (આપ)ની રાજકીય છળકપટને કારણે, આ રાજકીય તાકાત ઝાંખી પડી ગઈ છે. ખાસ કરીને તેના સુપ્રિમો કેજરીવાલની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પર હાવી થઈ ગઈ છે. તેનાથી વિપરીત જમ્મુ અને કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નરનું પ્રશાસન છે અને તત્કાલીન રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત અને વિઘટિત કર્યા પછી તે સીધું કેન્દ્ર દ્વારા સંચાલિત છે.

સુરક્ષાના દૃષ્ટિકોણથી તુલનાત્મક રીતે સપાટી પર શાંતિ છે, પરંતુ આમ છતાં લેહથી જમ્મુ સુધી સમાજના વિવિધ વર્ગોમાં સંઘર્ષ છે. ઓછામાં ઓછા જમ્મુ અને કાશ્મીરમાં સમાજ અશાંત રહેવાનું કારણ, જેમાં એક ચૂંટાયેલી વિધાનસભાની જોગવાઈ છે, બ્રેડ અને બટર સંબંધિત તેમની નિયમિત ફરિયાદોના નિવારણનો અભાવ અને એક ચૂંટાયેલી વિધાનસભાની ગેરહાજરીમાં રાજકીય સશક્તિકરણ છે. અમલદારશાહીની દીવાલે વસ્તુઓને જટિલ બનાવી છે.

આ બે પરિદૃશ્યો પ્રચલિત જમીની વાસ્તવિકતાઓનો સરવાળો દર્શાવે છે, જેને ચાલુ રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો તેને કાયમી રહેવાની મંજૂરી આપવામાં આવે તો તે રાષ્ટ્ર માટે એક મોટી કિંમત ચૂકવશે. સરહદી વિસ્તારો-પંજાબ અને જમ્મુ અને કાશ્મીર- ન માત્ર શાંતિપૂર્ણ અને સલામત હોવા જોઈએ, પરંતુ શાસન પ્રણાલીએ લોકોની વધુમાં વધુ સંતુષ્ટિ માટે કામ કરવું જોઈએ. જે અલગતાવાદી વિમર્શને દૂર રાખવાની અસરકારક રીત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top