Comments

પંજાબને ખાલિસ્તાન ચળવળથી બચાવવું રહ્યું

પંજાબની માન સરકાર સામે જબરો પડકાર સર્જાયો છે. ખાલિસ્તાન ચળવળે ફરી માથું ઊંચકયું છે, અને આ વેળા એના નેતા ભિંદરાણવાલેની જગ્યાએ અમૃતપાલ છે. અને આપ સાથે ખાલિસ્તાન નેતાઓના કથિત સંબંધો મુદે અગાઉ આક્ષેપો થઈ ચૂક્યા છે. આપણે ચૂંટણીમાં ફંડ પણ મળ્યું છે એવી વાતો અનેકવાર વહેતી રહી છે. માન સરકાર સમયસર જાગે એ જરૂરી છે. કારણ કે, ગુરુ ગ્રંથ સાહિબની આડમાં અમૃતપાલના ટેકેદારોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી સાથીદારને છોડાવી જાય એ ઘટના ગંભીર છે. હવે માન સરકાર કડક બની અમૃતપાલ પકડવા આકાશ પાતાળ એક કરે છે પણ એ પકડાયો નથી અને પંજાબ હાઇકોર્ટે માન સરકારનો ઉધડો લઈ ટીકા કટી છે કે, પંજાબની ૮૦,૦૦૦ પોલીસ કરે છે શું?

અલબત્ત , અમૃતપાલ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવાયો છે. અને એના દેશ પારના કનેક્શન અંગે પણ માહિતી મળી છે એના એ વધુ ખતરનાક છે. માન સરકાર એનાથી વાગત ના હોય એવું માનવાને કારણ નથી. આ એક ચૂક છે. પંજાબમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને ડ્રોનના કિસા વધ્યા છે. આમ છતાં માન સરકારે એ દિશામાં આકરા પગલાં લેવાનું મોડે મોડે શરૂ કર્યું છે. અમૃતપાલ અને એના સાથીઓ સાથે પાકિસત્યાંની ડ્રગ કાર્ટેલ જોડાયેલી હોય અને હવે તો આઈએસઆઇ સાથે પણ તાર જોડાયેલા હોય એવું જણાયું છે.

અમૃતપાલના આંદોલન બાદ ડ્રગ્સ અને દોરણના કિસ્સા વધ્યા છે. ૨૦૨૨માં ૨૫૬ વાર ડ્રોન દેખાય છે અને ૯૦ ટકા તો ભારતીય સીમામાં ઉડતા જણાયા હતા. ૨૦૨૧માં આ પ્રમાણ માત્ર ૬૭ નું હતું. આટલો બધો વધારો દર્શાવે છે કે, સ્થિતિ ગંભીર છે. હથિયાર અને ડ્રગ્સ આ ડ્રોન દ્વારા પંજાબમાં ઠલવાતા હોય એવા હેવાલો છે. પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ હથિયાર મોકલતું હોય એવી માહિતી પણ છે. અમૃતસર , ગુરુદાસપુર , ફિરોઝપુર જેવા વિસ્તારોમાંથી પાકિસ્તાન ફોન થયા અને ત્યાંથી આવ્યા હોય એવા પણ અહેવાલ છે.

અમૃતપાલ આનંદપૂર ખાલસા ફોર્સ રચવાની વેતરણમાં હતો. અને એમાં યુવાનોને જોડતો હતો. બહારથી એને આર્થિક મદદ પણ મળતી હતી. હવે એ છટકી ગયો છે. પંજાબમાં ત્રણ દાયકા બાદ ફરી ખાલિસ્તાન ચળવળ શરૂ થઈ છે. અમૃતપાલની તરફેણમાં અને ખાલિસ્તાન માટે વિદેશમાં પણ દેખાવો લંડનથી માંડી ઓસ્ટ્રેલીયા સુધી થયા છે. અમૃતપાલ દ્વારા નરેન્દ્ર મોદી – અમિત શાહને પણ ધમકી અપાઈ છે જેમ ઇન્દિરા ગાંધીને ભિનદરાંણવાલેએ આપી હતી. આ સ્થિતિ વકરે એ પહેલા ડામી દેવાનો આ સમય છે. ભગવંત માન સરકાર સામે આ મોટો પડકાર છે. અને એમાં આ સરકાર ઢીલી પડી તો સમસ્યા સર્જાશે એ નક્કી. પંજાબમાં ડ્રગ્સનું દૂષણ જેર કરવાનું છે. અને એમાં ખાલિસ્તાન ચળવળ શરૂ થાય તો આ રાજ્ય ફરી પાછું પડી જશે.

વિપક્ષોમાં બાર ભાયા, તેર ચોકા
વિપક્ષી એકતાની વાત જેટીલીવાર થાય એનાથી વધુ વાર એ તૂટે છે ફૂટે છે. મમતા કુલકર્ણી પ્રાદેશિક પક્ષોનો મોરચો રચવા તપર છે અને એ જ રીતે નિતીશકુમાર, કેસીઆર , અરવિંદ કેજરીવાલ પણ સક્રિય છે. આ બધા એક વાતે સંમત છે કે ભાજપને હરાવવો છે અને કોંગ્રેસના સાથ વિના અને એને દૂર રાખી આ કામ કરવું છે. મમતા કુલકર્ણી ભુવનેશ્વર જય મુખ્યમંત્રી નવીન પટનાયકને મળે છે. પટનાયક પણ ૨૦૦૦થી મુખ્યમંત્રી છે અને એ ય કોંગ્રેસથી દૂરી બનાવી ચાલી રહ્યા છે. ભાજપે એમને પડખામાં લેવાના પ્રયત્નો કર્યા છે પણ સફળ થયા નથી. તુરણમૂલ અને ભાજપ વચ્ચે તો ૩૬ નો આંકડો છે.

મમતા અને જેડીએસના એચપી કુમારસ્વામી પણ મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ મમતા સાથે સંપર્કમાં છે. તેલગણાના મુખ્યમંત્રી પણ રાષ્ટ્રીય રાજકારણમાં આવવા તત્પર છે. અને એ નિતિશકુમારના સંપર્કમાં છે. આ બધા મુખ્યમંત્રીઓને ભાજપને હરાવવો છે. તેઓ પ્રાદેશિક પક્ષોનો મોરચો બનાવી ભાજપ સામે લડવા માંગે છે. પણ શરદ પવારથી માંડી કપિલ સીબલ સુધીના નેતાઓ અનેકવાર કહી ચૂક્યા છે કે, કોંગ્રેસને સાથે લીધા વિના વિપક્ષી મોરચો સફળ નહીં થાય. વાત સાચી છે. પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નેતાગીરી કોઈ વિપક્ષના નેતાને પસંદ નથી. એટલે કે વિપક્ષી એક્તામાં જેટલા નેતા એટલા ચોકા છે. આ રીતે તો ભાજપને માટ કરવો શક્ય નથી.

કે સી ત્યાગી નિવૃત થવા માંગે છે?
જેડીયુના ફાધર ફિગર જેવા નેતા કે સી ત્યાગી શું નિવૃત થવા માંગે છે? જેડીયુનું નવું પક્ષીય માળખું જાહેર થયું એમાં ત્યાગીનું નામ સમાવિષ્ટ નથી એટલે આશ્ચર્ય સર્જાયું છે. ના તો એ મહાસચિવ રહ્યા છે કે ના તો પ્રવક્તા. અધ્યક્ષ , ઉપાધ્યક્ષ , મહામંત્રી અને સચિવોની નિયુક્તિ થઈ છે. જો કે, ત્યાગીએ ખુદએ નીતિશકુમારને કહ્યું હતું કે, એ હવે કોઈ હોદો ઇચ્છતાં નથી. ત્યાગીએ એવું કહ્યું છે કે, એ ૪૮ વર્ષથી જુદા જુદા પક્ષોમાં હોદા પર રહ્યા છે. ચૌધરી ચરણસિંહના લોકદળમાં પણ એ હોદા પર હતા. છેલ્લા ૨૦ વર્ષથી એ જેડીયુનો ચહેરો છે. અને જેડીયુ – ભાજપ વચ્ચેના ગઠબંધનના એ શિલ્પી રહ્યા છે. પણ લલનસિંહને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય ત્યારથી ત્યાગી નારાજ છે. ત્યાગી નિષ્ક્રિય થાય એ નુકસાન એમનું નહીં પણ જેડીયુનું છે. 
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top