Dakshin Gujarat

દારૂનો જથ્થો ગેસના ટેન્કરમાં ભરી ગોવાથી વડોદરા લઈ જવાઈ રહ્યો હતો અને..

પલસાણા: (Palsana) સુરતના પલસાણામાંથી રૂપિયા 40 લાખની કિંમતનો દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડવામાં ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી. દારૂનો આ જથ્થો ગેસના ટેન્કરમાં (Gas Tanker) ભરી ગોવાથી વડોદરા લઇ જવામાં આવતો હતો. સુરત ગ્રામ્ય એલસીબીએ પલસાણા તાલુકાના માખિંગા ગામની સીમમાં નેશનલ હાઇવ ૪૮ ૫૨થી ૪૦ લાખથી વધુ ના દારૂ ભરેલ ટેન્કર સાથે બે ઇસમોને પોલીસે (Police) ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત ગ્રામ્ય એલીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે એકનંબર પ્લેટ વગરના એચ પી ગેસ ટેન્કરમાં ગોવાથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી તેને વડોદરા ખાતે લઇ જવામાં આવી રહ્યો છે. બાતમી મળતા એલસીબીની ટીમે પલસાણા તાલુકના માખિંગા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ ૫૨ વોચ ગોઠવી બાતમી વાળુ ટેન્કર આવતા તેને ઊભું રાખ્યું હતું. તેમાં તપાસ કરતા ટેન્કરમાંથી પોલીસે ૪૦,૫૬૦ નંગ વિદેશ દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત ૪૦,૫૬,૦૦૦ રૂપિયા થાય છે.

એટલું જ નહીં પોલીસે ૭ લાખની કિંમતનુ ટેન્કર, ૪ નંગ મોબાઇલ કીમત ૧૧૦૦૦ રૂપીયા તથા રોકડ રૂપીયા ૧૭૦૦ મળી કુલ ૪૭૬૮૭૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે જ ટેન્કર ચાલક મુકેશકુમાર પન્નાલાલ કલાલ (ઉ.વ ૩૫ ૨હે કરાવલી જિ. ઉદેપુર રાજસ્થાન ) તેમજ ક્લિનર (નિર્ભયસિંહ જાલમસિંહ રાજપૂત (ઉ.વ ૩૮ ૨હે બશીગામ સામચોત ફળિયું જિ. ઉદેપુર રાજસ્થાન) ઝડપી પાડ્યાં હતાં. તેમજ ગોવા ફોન્ડા હાઇવે પર દારૂ ભરેલ ટેન્કર આપી જનાર ઇસુ બન્ના તેમજ માલ મંગાવનાર અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથધરી છે.

માંડવીના પીપલવાડા નજીક ટ્રકમાંથી 11.80 લાખનો દારૂ ઝડપાયો
પલસાણા : સુરત ગ્રામ્ય એલ.સી.બી શાખા સુરતના અધિકારી બી.ડી.શાહ પોલીસ ઈન્સ્પેક્ટર તથા એલ.જી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે અશોક લેલન ટ્રક નંબર MH-15-JC-7291 નો ચાલક તથા ક્લિનર ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરી ઉકાઈથી ફેદરિયા ચાર રસ્તા થઈ નેત્રંગ તરફ જનાર છે. જે ના બાતમીના આધારે ફેદરીયા ચાર રસ્તાની બાજુમાં પીપલવાડા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ચોરખાનું બનાવી 9504 વિદેશી દારૂની બોટલ કિંમત 1180800નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ટ્રક ચાલક દેવરાજ ખુમારામ મેઘવાલ (ઉ.વ.૨૪ હાલ રહે સાવંતવાડી, પણજી, ગોવા મુળ રહે.રૂપાવાસ ગાવ, થાના-સોજત જી.પાલી, રાજસ્થાન) તેમજ ક્લિનર પીંટુ ભુડારામ મેઘવાલ (ઉ.વ.૨૩ – સાવંતવાડી, પણજી, ગોવા મુળ રહે.રૂપાવાસ ગાવ, થાના-સોજત જી.પાલી, રાજસ્થાન)ની અટક કરી પૂછપરછ કરતા ગોવાથી મહેશ તાતીયા જાદવ (મુળ રહે.સોલાપુર મહારાષ્ટ્ર હાલ રહે, ગોવા)એ તેમને મહેશ તાતીયા જાદવનો મેનેજર હિમાંશુ ચૌધરી (રહે. નાશીક મહારાષ્ટ્ર)એ ભરાવ્યો હતો અને ગોધરાના ઇસમે મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે માલ ભરનાર અને મંગાવનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂના જથ્થા સાથે 15 લાખની ટ્રક, રોકડ અને મોબાઈલ મળી 26.88 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાયવર અને ક્લિનરની અટક કરી હતી.

Most Popular

To Top