Business

ચીખલીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે કારમાંથી દારૂ સાથે ચાલકને ઝડપી 11ને વોન્ટેડ જાહેર કર્યા

ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના ફડવેલ પાસે કારમાંથી (Car) સ્ટેટ મોનિટરીંગ સેલના (State Monitoring Cell) સ્ટાફે ૧.૮૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડી ૬.૧૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અન્ય અગિયાર જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ખુડવેલ – ઉમરકૂઇ માર્ગ ઉપર ફડવેલના દાદરી ફળિયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી સફેદ રંગની મારૂતિ સ્વીફ્ટ કાર જીજે-૨૧ – બીસી – ૯૮૪૭ આવતા તેને રોકવા ખાનગી ગાડીથી આડશ કરી હતી જેને પગલે આ કારના ચાલકે કાર વાળવાનો પ્રયત્ન કરતા તેમાં સફળતા નહીં મળતા કાર મૂકી ચાલક અને બાજુમાં બેસેલો વ્યક્તિ ભાગવા જતા પોલીસે પીછો કરી ચાલક વિરલ ઉર્ફે વિલુ સુરેશભાઇ પટેલ (રહે. એંઘલ)ને ઝડપી પાડ્યો હતો.

ચાલકની તપાસ દરમ્યાન જથ્થો તેના શેઠ હિતેશ સુમન પટેલ (રહે. કલિયારી, ચીખલી) ને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી દારૂના જથ્થાની હેરાફેરી કરવા માટે નોકરી કરતો હોવાનું અને આ જથ્થો તેમણે ભરાવ્યો હોવાનું તથા હિતેશ તથા અન્ય એક વ્યક્તિ સફેદ રંગની આઇ-20 કાર જીજે-૧૫ – ૨૩૧૩માં પાયલોટિંગ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્વીફ્ટ કાર, મોબાઇલ મળી ૬,૧૯,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો ક્યાં કોને – કોને પહોંચાડવાનો હતો. તે લીસ્ટ પણ આ પકડાયેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી મળી આવતા પોલીસે હિતેશ સુમન પટેલ (રહે. કલિયારી તા. ચીખલી) કાલી હળપતિ (રહે. દેગામ તા. ચીખલી) આઇ ટ્વેન્ટી કારમાં પાઇલોટિંગ કરનાર હિતેશનો માણસ, દારૂનો જથ્થો મંગાવનાર રાનવેરીનો મુન્નો, ટાંકલના હસુ પટેલ, ટાંકલ ચાર રસ્તા પાસેની સનકી પટેલ, કાંગવઇનો ભીખુ, બોડવાંકનો વિનોદ અને દિવ્યેશ, રેઠવાણીનો નિલેશ, રાનકૂવાના ચેતન હળપતિ અને હંસા હળપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પીએસઆઇ ડી. આર. પઢેરિયાએ હાથ ધરી હતી.

વોલ પ્લાસ્ટર પુટ્ટીની ગુણીની આડમાં લઇ જવાતો દારૂ વાપી હાઇવેથી પકડાયો
વલસાડ : દમણથી દારૂની હેરફેર માટે નીત નવા કિમિયા અજમાવતા બુટલેગરો પ્લાસ્ટર પુટ્ટી ગુણીની આડમાં રૂ. 7.52 લાખની મત્તા નો દારૂ લઇ જઇ રહ્યા હતા. જેને એલસીબીએ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ એલસીબીએ બાતમીના પગલે વાપી હાઇવે નં. 48 પર નાકાબંધી હાથ ધરી એક ટેમ્પોને અટકાવી તેની જડતી લેતાં તેમાં 350 નંગ વોલ પ્લાસ્ટર પુટ્ટીની 350 ગુણી નીચે સંતાડેલા દારૂના 201 બોક્સ જેમાં દારૂની 7848 બોટલ કિ. રૂ. 7.52 લાખ નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેના પગલે તેમણે ચાલક સુનિલકુમાર ફૂલચંદ ગુપ્તાને પકડી પાડ્યો હતો. તેમજ દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top