World

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા વેન્ટીલેટર પર, મોતના સમાચાર ફેલાયા..

દુબઈઃ (Dubai) પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ લશ્કરી શાસક જનરલ (નિવૃત્ત) અને રાષ્ટ્રપતિ (President) પરવેઝ મુશર્રફની (Parvez Mushraf) તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિને દુબઈની એક અમેરિકન હોસ્પિટલમાં વેન્ટિલેટર (Ventilator) પર રાખવામાં આવ્યા છે. તેના પરિવારના સભ્યો તેને જોવા માટે દુબઈ ગયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ મુશર્રફના મૃત્યુની (Death) અફવાઓ (Fake News) સોશિયલ મીડિયા (Social Media) પર ફેલાઈ ગઈ હતી.

  • પરવેઝ મુશર્રફની તબિયત બગડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે
  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિને દુબઈની અમેરિકા હોસ્પિટલમાં દાખલ કરાયા
  • પરવેઝ મુશરફને મળવા પરિવારજનો પાકિસ્તાનથી દુબઈ નીકળ્યા
  • મુશર્રફની પાર્ટીના પ્રેસિડેન્ટ ઇફઝાલ સિદ્દિકે મોતના સમાચારને ખોટા ગણાવ્યા

જનરલ પરવેઝ મુશર્રફની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના ઓવરસીઝ પ્રેસિડેન્ટ ઇફ્ઝાલ સિદ્દિકે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ બીમાર છે પરંતુ હંમેશની જેમ સંપૂર્ણપણે સજાગ છે. “કૃપા કરીને નકલી સમાચારો સાંભળશો નહીં. ફક્ત તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો,” . વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર અને ટીવી એન્કર સલીમે કહ્યું કે પરવેઝ મુશર્રફ બીમાર છે પરંતુ તેમના સૂત્રોએ તેમને કહ્યું કે ભૂતપૂર્વ લશ્કરી શાસક મૃત્યુ પામ્યા નથી. 78 વર્ષીય સ્વયં નિર્વાસિત પરવેઝ મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું. તે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને લોહી વગરના બળવા કરીને હટાવીને સત્તામાં આવ્યા હતા.

કારિગલ યુદ્ધ માટે પરવેઝ મુશર્રફ જવાબદાર
કારગિલ યુદ્ધ માટે પરવેઝ મુશર્રફને જવાબદાર ગણવામાં આવે છે. તેઓની જ આગેવાનીમાં કારગિલમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. મુશર્રફને એવું હતું કે વ્યૂહાત્મક રીતે ભારતને હરાવી દેશે પરંતુ તેનાથી વિપરિત થયું હતું. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સૈંકડો સૈનિકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને પાકિસ્તાન આ યુદ્ધમાં ખરાબ રીતે હાર્યું હતું.
તમને જણાવી દઈએ કે પરવેઝ મુશર્રફ છ વર્ષ પહેલાં દુબઈ સારવાર માટે ગયા હતા ત્યાર બાદ તેઓ ક્યારેય વતન પાકિસ્તાનમાં પરત ફર્યા નથી. મુશર્રફને હંમેશા એ ડર સતાવતો હતો કે જો તે પોતાના દેશ પાકિસ્તાનમાં પરત ફરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. તા. 17મી ડિસેમ્બર 2019ના રોજ રાજદ્રોહના કેસમાં પાકિસ્તાનની એક અદાલતની વિશેષ બેન્ચ દ્વારા પરવેઝ મુશર્રફને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

મુશર્રફને રાજદ્રોહના કેસમાં સજા કરાઈ હતી
પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ સામે રાજદ્રોહ કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટના 167 પેજના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મુશર્રફનું આ આદેશનું પાલન એટલે કે ફાંસી મળે તે અગાઉ અગાઉ મૃત્યુ થાય તો તેમના મૃતદેહને ઈસ્લામાબાદના ડી-ચોકમાં ત્રણ દિવસ સુધી લટકાવી રાખવામાં આવે. મુશર્રફને સજા આપનારી ખંડપીઠની અધ્યક્ષતા પેશાવર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વકાર અહમદ સેઠે કરી હતી.

Most Popular

To Top