World

ઈમરાન ખાનને પકડવા પોલીસ હેલિકોપ્ટરથી ઈસ્લામાબાદ પહોંચી

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીઓ ધટવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે જેણે ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. ઈમરાન ખાનની ધરકપડ (Arrest) કયારેય પણ થઈ શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઈમરાન ખાને જજ તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારી સામે ધમકી ભરેલી ભાષાનો ઉપયોગ કર્યો છે. આ માટે તેની સામે એક વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. વોરંટ જાહેર થતાંની સાથે જ પોલીસ તેની ધરપકડ માટે નીકળી ગઈ છે. અને કોઈ પણ સમયે તેની ધરપકડ થઈ શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે પોલીસે હોલિકોપ્ટરનો સહારો લીધો છે. પોલીસ ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે હેલિકોપ્ટરથી ઈસ્લામાબાદ પહોંચી છે.

ઈસ્લામાબાદની સેશન કોર્ટમાં ઈમરાનખાનને 18 માર્ચ સુધી પેશ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા તોશાખાના કેસના કારણે ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધી ગઈ છે. તોશાખાના કેસમાં ઇમરાન ખાનની હાજરીમાંથી મુક્તિ માટેની અપીલ નકારી કાઢવામાં આવી હતી અને તેની સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટને પણ યથાવત રાખવામાં આવ્યું હતું. ઈમરાન ખાન સોમવારે બપોરે તેમની ધરપકડ માટે વોરંટ જાહેર થયા પછી બુલેટપ્રૂફ કારમાં તેમના ઘરથી નીકળતો જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે ઈમરાન ખાને આ વખતે મહિલા જજને ધમકી આપી હતી જેના કારણે તેની ધરકપડ કરવા માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી ઈમરાન ખાનની ધરપકડ કોઈ પણ સમયે થઈ શકે છે.

તોશાખાના કેસ સાથે માત્ર ઈમરાન ખાન જ સંકળાયેલો નથી બીજા ધણાં નેતાઓ જોડાયેલા છે
જણાવી દઈએ કે પાકિસ્તાનનો તોશાખાના કેસ ફરીએકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં બીજા અન્ય મોટા ખુલાસોઓ સામે આવ્યાં છે. તોશાખાના કેસમાં માત્ર ઈમરાન ખાન જ નહિં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી તેમજ શહબાજ શરીફ અને તેના ભાઈ એટલે કે પૂર્વ પીએમ નવાજ શરીફનું નામ પણ સામે આવ્યું છે.

આ રીતે માત્ર ઈમરાન જ નહીં અન્ય નેતાઓએ પણ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કર્યો હતો. જેમાં પૂર્વ વડાપ્રધાન રાજા પરવેશ અશરફ, યુસુફ રઝા ગિલાની, પૂર્વ નાણામંત્રી સરતાજ અઝીઝ, પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને ઈશાક ડારના નામ સામેલ છે. લાહોર હાઈકોર્ટે 2002થી અત્યાર સુધીના તોશાખાના ગિફ્ટના રેકોર્ડને સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે તેને જાહેર કર્યો છે. આ પછી, જનતાને તે વસ્તુઓ વિશે ખબર પડી જે રાજકારણીઓ, નોકરિયાતો અને અધિકારીઓને વિદેશમાં ભેટ તરીકે મળી હતી અને વર્ષો સુધી લોકોથી છુપાવીને રાખવામાં આવી હતી.

તોશાખાનાની ભેટ સંબંધિત 466 પાનાનો રેકોર્ડ કેબિનેટ વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. સરકારે અગાઉ તેને વર્ગીકૃત જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર લાહોર હાઈકોર્ટે તેને 19 જાન્યુઆરીએ એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. યાદી મુજબ સોનાની બંદૂકો, ઘડિયાળો, કાર્પેટ અને અનેક લક્ઝરી વસ્તુઓ વિદેશમાંથી ભેટ સ્વરૂપે મળી છે.

Most Popular

To Top