Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) ભીવાડીથી પાકિસ્તાન (Pakistan) પહોંચેલી અંજુ (Anju) આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત (India) પરત ફરી રહી છે. આ માટે અંજુએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં અંજુએ જણાવ્યું કે તે તેના બાળકો માટે આવી રહી છે. તે દરેકના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે.

અંજુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના વિઝાની (Visa) મર્યાદા સમાપ્ત થઈ રહી છે. તેણે કહ્યું કે તે અલવર પરત ફર્યા બાદ તેના બાળકો સાથે વાત કરશે. તેમના તમામ પ્રશ્નોના જવાબ આપશે. તેણે કહ્યું કે તે દેશની સુરક્ષા એજન્સી અથવા પોલીસના તમામ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે. તેણે કંઈ ખોટું કર્યું નથી. તે જે પણ કરી રહી છે, તે તેના બાળકોના સારા ભવિષ્ય માટે કરી રહી છે. તેણે વધુમાં કહ્યું કે “હું કોઈની પરવાહ કરતી નથી.” મારા માતા-પિતા અને પરિવાર દરેક ક્ષણથી વાકેફ હતા. જ્યારે હું પાકિસ્તાન પહોંચી ત્યારે સૌથી પહેલા મેં મારી બહેનને ફોન કર્યો હતો. મેં મારા પતિ સાથેનો સંબંધ તો પહેલા જ તોડી નાખ્યો છે. અરવિંદે મારી સામે ખોટો કેસ કર્યો છે. મારી પાસેના તમામ પ્રશ્નોના જવાબ છે. હું બધા પ્રશ્નનોના જવાબ આપવા માટે તૈયાર છું. બસ થોડા દિવસમાં જ હું ભારત પરત ફરવાની છું. ત્યારે સચ બધાની સામે આવી જશે.

અંજુએ કહ્યું કે તે માત્ર એક અઠવાડિયા માટે પાકિસ્તાન આવી હતી. તેણીને નસરુલ્લા સાથે લગ્ન કરવા હતા. પરંતુ તેને જાણ્યા અને સમજ્યા પછી તે આ નિર્ણય લેવાની હતી. પરંતુ તે સમયે સંજોગો એવા બન્યા કે તેણીએ નસરુલ્લા સાથે લગ્ન કરવા પડ્યા હતા. તેણીએ વિચાર્યું હતું કે તે પહેલા પાકિસ્તાન જશે. ત્યારપછી નસરુલ્લા ભારત આવીને તેના માતા-પિતાને મળશે, તે પછી તેઓ લગ્ન કરશે. પણ બધું અચાનક જ બન્યું. પાકિસ્તાન પહોંચેલી અંજુએ કહ્યું કે જો તેના બાળકો ભારતમાં રહેવા માંગે છે, તો તેઓ ભારતમાં રહેશે અને જો તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગે છે, તો તે તેમની સાથે પાકિસ્તાન પરત ફરશે.

અંજુએ કહ્યું કે તેનો ઈરાદો ખોટો નહોતો. જ્યારે તે પાકિસ્તાન આવી ત્યારે તે સંપૂર્ણપણે કાયદેસર રીતે આવી હતી. તે પાછા ફરવાનું વિચાર કરીને જ આવી હતી. તેથી જ તેણીએ નોકરી છોડી ન હતી. પાકિસ્તાન આવતા પહેલા તેણે પોતાના પુત્રને પણ પ્રવેશ અપાવ્યો હતો. અંજુએ કહ્યું કે તે તેના બાળકોને ખૂબ જ યાદ કરે છે. ફક્ત તેઓ જ તેમના સંજોગો જાણે છે. તે તેના બાળકોને યાદ કરીને ઘણા દિવસો અને રાત સુધી જાગી રહી છે. ઘણી વખત તેની યાદમાં તેણે ભોજન પણ કર્યું ન હતું. પરંતુ તે આ વાત કોઈને કહી શકતી નથી. તે શું કહે છે તે સમજવા કોઈ તૈયાર નહીં થાય. અલબત્ત અંજુ ઓક્ટોબરમાં પરત ફરવાની વાત કરી રહી છે. પરંતુ આ નિવેદનમાં કેટલું સત્ય છે તે જોવું રહ્યું છે. કારણ કે આ પહેલા પણ તેણે કહ્યું હતું કે તે જલ્દી જ ભારત પરત ફરશે. પરંતુ પરત ફરી ન હતી.

To Top