Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરના બરાનપુરા પેટ્રોલ પંપ સામે આવેલ વિઠ્ઠલવાડી ની બાજુમાં એક ઓઇલ ડેપોમાં આકસ્મિક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બરાનપુરા ચુનારાવાસ પેટ્રોલ પંપની સામે એસ કે ટ્રેડર્સ ઓઇલ ડેપોમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં હાલ તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે લોકોમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.તેવા સમયે આજે વહેલી સવારે શહેરના બરાનપુરા પેટ્રોલ પંપની સામે આવેલ વિઠ્ઠલવાડી ની બાજુમાં ઓઇલ ડેપોમાં આકસ્મિક આગ લાગતા ભારે નાસભાગ ભાગ મચી ગઈ હતી.

આ બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે રસ્તામાં ખડકાયેલા દબાણોને લઈને ફાયર બ્રિગેડના જવાનોને પોતાના વાહન લઈને આપવામાં ઘણી તકલીફ પડી હતી જેના કારણે આ લાગેલી આગે અન્ય બીજી બે દુકાનોને પણ લીધી તે સાધના સિવાય કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે પ્રાથમિક તબક્કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

To Top