Vadodara

વડોદરા:તરસાલીમાં ભાડૂઆતે વૃદ્ધાના પેટમાં ચાકુના 6-7 ઘા ઝિંકી કરપીણ હત્યા, આરોપી 15-16 કલાકે ઝડપાયો

વડોદરા: (Vadodara) શહેરના તરસાલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. તરસાલીના અમીન ખડકીમાં 67 વર્ષીય વૃદ્ધાને તેમના જ ઘરમાંથી ભાડૂઆત તરીકે રહી ગયેલા શખ્સે ચાકુના 6-7 ઘા પેટમાં મારી નિર્દય રીતે મોતને (Murder) ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મકરપુરા પોલીસ (Police) અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટના સ્થળ પરથી બે લોકોને પૂછપરછ માટે લવાયા હતા. લાશનો કબજો મેળવીને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો.

હત્યા કર્યાના 12 કલાક બાદ હત્યારો પોલીસ પકડમાં આવી ગયો હતો. આખરે 12 કલાક બાદ ભાડૂઆત તરીકે રહેતો આરોપીને ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરમાં એકલા રહેતા હોય તેવા વૃદ્ધ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.. જેમાં એવી વિગત છે કે તરસાલી વિસ્તારમાં આવેલા તળાવ સામે અમીન ખડકીમાં 67 વર્ષીય વૃદ્ધ મહિલા સલોચનાબેન હસમુખભાઇ અમીન રહેતા હતા.તેમના બહેનનો પુત્ર નયમ વૃદ્ધા સાથે રહેતો હતો. દરમિયાન રવિવારે રાત્રીના સમયે નયન અમીન ગરબા રમવા માટે ગયો હતો ત્યારે ઘરમાં વૃદ્ધા એકલા હોય તેમના ઘરમાં ભાડે રહીને ગયેલો હેમંત નામનો શખ્સ આવ્યો હતો અને વૃદ્ધાને ઘરે આવ્યો હતો. મહિલાના પેટમાં ચાકુના 6-7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ફરાર થઇ ગયો હતો. દરવાજો પણ બહારથી બંધ કરીને ગયો હતો. રાત્રીના નયન અમીન ગરબા રમીન ઘરે આવ્યો ત્યારે તેમના મકાનનો દરવાજાને બહારથી બંધ હતો. જેથી તેણે તેમની સામે મકાના રહેતા વૃદ્ધા સંબંધીને કહેતા તેઓએ નીચે આવીને દરવાજો ખોલીને તપાસ કરતા વૃૃદ્ધાએ અંદરના રૂમમાં લોહીથી બથબથ હાલતમાં પડેલા હતા. તેમના પેટના ભાગે ચાકુ જણાયા હતા. જેની જાણ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. પંચનામુ કરી લાશને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જો કે પોલીસે મહિલાને મોતને ઘાટ ઉતારના હત્યાર હેમત નામના શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધાએ દત્તક લીધેલો પુત્ર સંજય અમીનને વિદેશ ગયાને છ મહિના થયાં
અમીન ખડકીમાં મૂળ દરાપુરાના અમીન પરિવાર પેઢીઓથી રહેતો હતો. વૃદ્ધા સાથે આસપાસમાં તેમના સંબંધીઓ રહેતા હતા. પરંતુ વૃદ્ધાને સંતાન ન હોય સંજય નામના યુવકને દત્તક લીધો હતો. જે 6 મહિના પહેલા જ અમેરિકા ગયો હોવાનું જાણવા મળ્યું છે. વૃદ્ધાએ નાનપણથી નયનના સ્કૂલ ફી સહિતના તમામ ખર્ચે ઉપાડતા હતા. જેથી હાલમાં વૃદ્ધા એકલા હોય તેમની સાથે રહીને તેમની સાર સંભાળ પણ રાખતો હતો.બોક્સ – એફએસએલની ટીમને પણ તપાસ માટે બોલાવી લેવાઇશનિવારે રાત્રીના 1.30 નયન અમીન ગરબા રમીને પરત આવ્યો હતો ત્યારે તેના માસીનું ઘરે બંધ હતું જેથી તેમની શોધખોળ કરવા છતાં મળ્યા ન હતા .જેેથી તેઓએ તેમના કુંટુંબીને વાત કરતા તેઓએ ઘર ખોલીને તપાસ કરી હતી ત્યારે વૃદ્ધા હત્યા કરાઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી નયને વહેલી સવારે 5.30થી 6 વાગ્યાના અરસામાં કંટ્રોલમાં વરધી લખાવી હતી. જેથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે દ્વારા એફએસએલની ટીમને પણ તપાસ માટે બોલાવી લેવામા આવી હતા.

હત્યા કરાયાના 12-15 કલાક બાદ હત્યારો ભાડૂઆત હેમંત પોલીસ પકડમાં આવ્યો
શનિવારે મોડી રાત્રીના સમયે 11થી થી 5 વાગ્યા સુધીમાં ખૂની ખેલાયો હતો. વૃદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી હેમંત નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પરથી મળી આવેલા તેમના બહેનનો પુત્ર સહિત બે જણાને પૂછપરછ માટે લઇ ગઇ હતી. જેથી હત્યા કર્યાના કલાકો સુધી હત્યારો બિન્દાસ્ત રીતે બહાર ફરતો રહ્યો હતો ઘટના બન્યાના 12 કલાક પોલીસે તેને દબોચી લીધો હતો.બોક્સ- વિદેશમાં રહેતો દત્તક પુત્ર આવવાનો હોવાથી મૃતદેહને બુધવારે સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશેમૃતક વૃદ્ધ મહિલાએ દત્તક લીધેલો પુત્ર સંજય અમીન છ મહિના પહેલા વિદેશમાં ગયો હતો. જોકે વૃદ્ધાની હત્યા કરાયાની જાણ સંજયને કરવામાં આવી છે. જેથી તેને આવતા બે દિવસનો સમય થાય તેમ છે. જેથી વૃદ્ધાના મૃતદેહને બુધવારે સુધી એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે.

Most Popular

To Top