Top News

More Posts

   The Latest

Most Popular

અરવલ્લી જીલ્લામાંથી (Arvalli District) પસાર થતી રતનપુર બોર્ડર (Border) પાસે ગુજરાત-રાજસ્થાન (Gujarat-Rajasthan) બોર્ડર પર રવિવારે બપોરનાં સુમારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જીપની બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાતા જીપ આગળ જઈ રહેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જોરદાર ટક્કરને કારણે ક્રુઝરજીપ પલ્ટી મારી જતા આઠ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક મુસાફરનું શામળાજી સારવાર માટે લઈ ગયા ત્યારે મોત નિપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આઠ મુસાફરોની કેપેસિટી વાળી જીપમાં 19 લોકો બેસાડવામાં આવ્યા હતા. જેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની હતા અને ગુજરાતમાં મજુરી કામ માટે જઈ રહ્યા હતા. જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં જીપ પલટી ખાઈ જતા ઉપર ટ્રક ફરી વળી હતી. જેને લઈ જીપમાં સવાર મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. અન્ય વધુ ગંભીર ઘાયલોને બીંછીવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2 ઘાયલોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અગાઉ તેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓની ગંભીર સ્થિતિને લઈ હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.

ઘટના ગુજરાત સરહદથી માત્ર કેટલાક મીટરના અંતરે સર્જાઈ હતી. ગંભીર અકસ્માતની આ ઘટનાની જાણ થતાં જ આસપાસની સ્થાનિક એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલી ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી સારવાર માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્થાનિક બીછીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો પણ મદદે પહોંચી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

To Top