Entertainment

“કુછ કુછ હોતા હૈ”ની 25મી વર્ષગાંઠ પર યોજાશે સ્પેશિયલ સ્ક્રિનીંગ, કરણ જોહરે શેર કરી પોસ્ટ

મુંબઇ: ફિલ્મમેકર (Director) કરણ જોહરની (Karan Johar) ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને (Kuch Kuch Hota Hai) 25 વર્ષ પૂરા થવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan), રાની મુખર્જી અને કાજોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મ 16 ઓક્ટોબર 1998ના રોજ રીલિઝ થઈ હતી. બોલિવૂડની (Bollywood) બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમેકર કરણ જોહર માટે સપનાથી ઓછી નહોતી. આવી સ્થિતિમાં, ફિલ્મના 25 વર્ષ પૂરા થવાના ખાસ અવસર પર કરણ જોહરે ફિલ્મની કેટલીક BTS તસવીરો શેર કરી છે. આ તસવીરો ફિલ્મની શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધી જોઈ શકાય છે.

કરણ જોહરે શેર કરેલી તસવીરોમાં ફિલ્મની શરૂઆતથી અંત સુધી જોઈ શકાય છે. પહેલા ફોટોમાં રાની મુખર્જી, શાહરૂખ ખાન અને ફરાહ ખાન ‘કોઈ મિલ ગયા’ ગાવાની તૈયારી કરતા જોવા મળે છે. બીજા ફોટામાં કાજોલ ફિલ્મનો સીન સમજી રહી છે. આ સાથે બીજી ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ ફિલ્મનું શૂટિંગ કરતી જોવા મળે છે.

આ તસવીરો શેર કરતી વખતે કરણ જોહરે કેપ્શનમાં લખ્યું – ‘તમે ફરીથી થિયેટર્સની યાદોમાં પ્રવેશ કરો તે પહેલાં, અહીં પડદા પાછળ ચાલી રહેલી દરેક વસ્તુની ઝલક છે. 15મી ઓક્ટોબરે સિનેમા અને ‘કુછ કુછ હોતા હૈ’ના જાદુનો અનુભવ કરો. તમને જણાવી દઈએ કે કરણની પહેલી જ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.આવી સ્થિતિમાં કરણ જોહરે ફિલ્મને ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. 15 ઓક્ટોબરે કાજોલ, શાહરૂખ ખાન અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ફરી એકવાર સિનેમાઘરોમાં જોવા મળશે. કરણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ માહિતી આપી છે.

‘કુછ કુછ હોતા હૈ’ના 25 વર્ષ પૂરા થવા પર કરણ જોહરે આ ફિલ્મની ટિકિટની કિંમત માત્ર 25 રૂપિયા રાખી છે. કુછ કુછ હોતા હૈ મૂવી 15મી ઓક્ટોબર 2023ના રોજ PVR આઇકોન વર્સોવા, મુંબઈ ખાતે સાંજે 7 અને સાંજે 7.15 શોમાં પ્રદર્શિત કરવામાં આવશે.

Most Popular

To Top