Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, હર્ષ સંઘવી અને લક્ષ્મી મિત્તલ મેચ જોવા નમો સ્ટેડિયમ પહોંચ્યા

અમદાવાદ: (Ahmedabad) ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે વર્લ્ડ કપનો (World Cup) મહામુકાબલો રમાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને બહાર જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા હતા. જેને કારણે લોકોમાં મેચ જોવા સાથે નેતાઓને જોવાનો ક્રેઝ પણ જોવા મળ્યો હતો.

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન મેચ
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યા

ભારત પાકિસ્તાનની મેચને પગલે નમો સ્ટેડિયમના તમામ એન્ટ્રીગેટ પર સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે VVIP લોકોના એન્ટ્રીગેટ પર તપાસ કરાઈ હતી. મેદાનની અંદર અને બહાર ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ત્યારે નેતાઓ મેદાનમાં પહોંચવાને કારણે માહોલ વધુ આકર્ષક બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર. પાટીલ અને હર્ષ સંઘવી મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ મેચ જોવા પહોંચ્યા હતા. જેને કારણે લોકોમા ઉત્સાહ વધ્યો હતો.

આ પહેલા મેચ શરૂ થવા પહેલા સ્ટેડિયામમાં અરજીતસિંહ અને શંકર મહાદેવને લાઈવ પર્ફોમન્સ કર્યું હતું. જોકે મેચ પહેલાનો આ કાર્યક્રમ ટીવી કે ઓનલાઈન પ્લેટફોર્મ પર બતાવવામાં આવ્યો ન હતો. માત્ર સ્ટેડિયમની અંદર બેઠેલા લોકો જ તેને જોઈ શક્યા હતા. બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આટલી મોટી સંખ્યામાં હાજર પ્રેક્ષકોને મેનેજ કરવા માટે પોલીસ જબરજસ્ત કામગીરી કરી રહી છે. આ ઉપરાંત અહીં એક રેકોર્ડ પણ બનશે. 1.30 લાખ પ્રેક્ષેકોને ગુલાબી રંગના પ્લેકાર્ડ આપી વિશ્વ વિક્રમ બનાવવામાં આવશે. દરમ્યાન પાકિસ્તાનનો પહેલો દાવ શરૂ થતાંજ મેદાન ભરાવા લાગ્યું હતું. એક પછી એક પાકિસ્તાનના ખેલાડીઓની વિકેટ પડતાં સ્ટેડિયમ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.

ભારત-પાકિસ્તાનની મેચમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરવા પૂર્વ ક્રિકેટરો, અભિનેતાઓ, સંગીતકારો અને નેતાઓ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. સિંગર નેહા કક્કડ, દર્શન ઠાકર, અભિનેતા મનોજ જોષી પણ મેચ નિહાળવા માટે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. મેહમાનોએ ભારતીય ખેલાડીઓની રમતને તાળીઓ સાથે વધાવી લીધી હતી. જણાવી દઈએ કે સ્ટેડિયમમાં 1.32 લાખ પ્રેક્ષકોને પ્લે કાર્ડ આપવામાં આવશે. ગુલાબી રંગના પ્લે કાર્ડ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવાશે.

Most Popular

To Top