Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતના (Surat) કડોદરાથી (Kadodara) એક હૃદયદ્રાવક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરાના વરેલીથી ગુમ મહિલાનો મૃતદેહ 4 દિવસ બાદ હરિપુરા ઇન્ડસ્ટ્રી નજીકથી કોવાઈ ગયેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જો કે તેણી ઘરેથી દવાખાને જવા નીકળી હતી. પરંતુ ઘરે પાછી આવી શકી નહીં. હાલ પોલીસે (Police) સુરત સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) બહેનનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના અંગે ભાઈ લાલારામે કહ્યું હતું કે દવાખાને બતાવવા જવાનું કહીને બહેન ઘરેથી નીકળી હતી. ત્યારબાદ ફોન પર એવું પણ કહ્યું હતું કે ડોક્ટર નથી ઘરે જ આવું છું તે દરમિયાન વાતચીત કરતા ફોન હોલ્ડ પર ચાલી ગયા બાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો. બસ પછી બહેન કેશકલીનો મૃતદેહ જ મળ્યો છે. હાલ પોલીસે સુરત સિવિલ હોસ્પિટલમાં બહેનનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મેટરમાં ગળા પરથી દુપટ્ટો લપેટાયેલી હાલતમાં મળી આવ્યો હોવાની વાત છે. એટલું જ નહીં પણ મહિલાની ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશકાઓ પોસ્ટ મોર્ટમ બાદ વધી ગઈ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

લાલારામ (મૃતક મહિલાના ભાઈ) એ જણાવ્યું હતું કે, બહેનના લગ્ન 2004માં થઈ ગયા હતા. બે સંતાનો વતન યુપીમાં વિધવા દાદી સાથે રહે છે. બનેવી (પતિ) મિલમાં નોકરી કરે છે. બહેન કેશકલી ધર્મેન્દ્રકુમાર પાલને BP ની બીમારી હતી. એટલે અવર-નવર ડોક્ટરને બતાવતી હતી. તા. 6 ઓક્ટોબરના રોજ બહેન ડોક્ટરને બતાવવાના બહાને જ ઘરેથી નીકળી હતી. ત્યારબાદ ડોક્ટર નથી એમ કહી ઘરે જ આવું છું એમ કહ્યું હતું. જોકે ફોન પર વાતચીત દરમિયાન અચાનક ફોન હોલ્ડ પર મૂકી દેવાયો અને ત્યારબાદ સ્વીચ ઓફ કરી દેવાતા આશ્ચર્ય થયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે 6 ઓક્ટોબર ના રોજ સાંજે બનેલી ઘટના બાદ બહેનની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારબાદ 7 મી ની સાંજે પોલીસ જાણ કરાઈ હતી. CCTV માં બહેન રોડ પરથી એકલી પસાર થતી પણ દેખાય છે. જોકે 10મી ના રોજ બહેન નો મૃતદેહ ઘરથી બે કિલો મીટર દૂર હરિપુરા ઇન્ડસ્ટ્રી નજીકની ઝાડી-જંગલમાંથી મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતાં બહેનના શરીર પર તમામ દાગીના હતા પણ મોબાઇલ ગાયબ હતો. હાલ પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તપાસ ચાલી રહી છે.

To Top