SURAT

પુણાની શાળાની શિક્ષિકાની હેવાનિયત: જુનિયર કેજીની વિદ્યાર્થીનીને અઢી મિનિટ સુધી લાફા માર્યા

સુરત (Surat) : ગુરુને દેવતુલ્ય માનવામાં આવે છે પરંતુ સુરતના પુણા (Puna) વિસ્તારની એક શિક્ષિકાએ (Teacher) હેવાન જેવું કૃત્ય કર્યું છે. અહીંની સાધના નિકેતન શાળાની (SadhnaNiketanSchool) શિક્ષિકાએ જુનિયર કેજીમાં (JuniorKG) ભણતી માસૂમ વિદ્યાર્થીનીને (Student) બેરહેમીથી અઢી મિનીટ સુધી ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષિકા વિદ્યાર્થીનીની પીઠ પર મારી રહી છે. આ ઘટના બહાર આવતા બાળકીના માતા-પિતાએ પોલીસને શિક્ષિકા વિરુદ્ધ રજૂઆત કરી છે.

  • જુનિયર કે.જી. માં અભ્યાસ કરતી બાળકીને ઢોર માર મારવામાં આવ્યો
  • શિક્ષિકા એ હેવાની રૂપ ધારણ કરી બાળકીને ફટકારી
  • 35 તમાચા માર્યા હોવાનું CCTV માં કેદ થયું હોવાની વાત
  • સમગ્ર મામલે માતા પિતાએ કાપોદ્રા પોલીસનો સંપર્ક સાધ્યો
  • વાલીએ ન્યાય માટે પોલીસને રજુઆત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર પુણાની સાધના નિકેતન શાળાના શિક્ષીકાએ જુનિયર કે.જી. ના માસુમ વિદ્યાર્થી ને ઢોરની એમ ફટકારી હેવાનીયતના દર્શન કરાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. રાક્ષસ સમાન શિક્ષીકાએ માસુમ બાળકીને 35 તમાચા માર્યા હોવાની વાત સામે આવી છે.

બાળકીના શરીર પરથી માર મારવાના નિશાન મળી આવતા માતા-પિતામાં રોષ જોવા મળ્યો છે. બાળકીને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે માતા પિતા પોલીસનો સંપર્ક કરી નિર્દય શિક્ષક સામે કડક પગલાં ભરવા રજુઆત કરી છે.

મારી દીકરીને મારનાર ટીચર વિરુદ્ધ કેસ કરીશું: પિતા
બાળકીના પિતા હિતેશ સરવૈયાએ કહ્યું કે, મારી દીકરી ખુશી સ્કૂલથી ઘરે આવી ત્યાર બાદ મારી પત્નીનો મારી પર ફોન આવ્યો હતો. દીકરીની પીઠ પર માર માર્યાના નિશાન હતા. તેથી મારી પત્ની સ્કૂલે ગઈ હતી. પરંતુ સ્કૂલ બંધ થઈ હતી. હું બીજા દિવસે આચાર્યને મળવા ગયો અને ફરિયાદ કરી. ત્યાર બાદ સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે ટીચરે મારી દીકરીને 35 લાફા માર્યા છે. ટીચર વિરુદ્ધ કેસ કરીશું.

Most Popular

To Top