Entertainment

ટાઇગર અભી ભી ઝિંદા હૈૈ: સલમાન-કેટરીનાની મૂવી “ટાઇગર-3” નું ટ્રેલર થયું રીલિઝ

મુંબઇ: ‘જવાન’ અને ‘પઠાન’ પછી થિયેટરમાં ધમાલ મચાવવા ‘ટાઇગર 3’ (Tiger-3) આવી રહી છે. સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કેફની (Katrina Kaif) મચ અવેટેડ મૂવી ‘ટાઇગર 3’નું ટ્રેલર (Trailer) રિલીઝ (Release) થઇ ગયું છે. એકશન, ડ્રામા, થ્રીલ અને રોમાન્સથી ભરપૂર આ મૂવીથી સલમાન ખાન ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મમાં રેવતી, રિદ્ધિ ડોગરા, રણવીર શૌરી, કુમુદ મિશ્રા, વિશાલ જેઠવા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સલમાનની આ ફિલ્મમાં તેમના ખાસ મિત્ર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) કેમિયો પણ જોવા મળશે.

ટાઇગર 3ના ટ્રેલરે આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સલમાન ખાનને એક્શન અવતારમાં જોઇને ફૈન્સ ઇમ્પ્રેંસ થઇ ગયા છે. અવિનાશ સિંહ રાઠોડ અને જોયાની આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનના રૂપમાં છે. ટ્રેલરમાં ઇમરાન હાશ્મીને ફર્સ્ટ લૂકમાં સલમાન ખાન સામે લડતાં જોઇ ફેન્સ ફિલ્મ જોવા આતૂર થયા છે. સોશિયલ મિડિયા પર ચારે તરફથી આ ટ્રેલરને પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. 2 મિનિટ 51 સેકેન્ડના ટ્રેલરમાં સલમાન ખાનનું એકદમ તોફાની એક્શન જોવા મળ્યું છે. સાથે કેટરીના પણ ઘણા ઇમ્પ્રેંસિવ એકશન મોડમાં જોવા મળી રહી છે.

યશરાજ ફિલ્મ્સની સૌથી મોંઘી ફિલ્મ!
દર્શકો ઘણા સમયથી યશરાજ ફિલ્મ્સની આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. આ એક્શન થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી ‘એક થા ટાઈગર’ અને 2017માં રિલીઝ થયેલી ‘ટાઈગર ઝિંદા હૈ’ની સિક્વલ છે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ યશરાજ ફિલ્મ્સનો અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ હોવાનું માનવાંમાં આવી રહ્યું છે.

‘ટાઇગર 3’એ YRF (યશ રાજ ફિલ્મ્સ)ની 5મી ફિલ્મ છે. અગાઉની ફિલ્મોમાં એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર, અને પઠાણનો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સ્પાય યુનિવર્સની આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. હજુ YRFના વધુ બે વિસ્ફોટક ફિલ્મો પણ છે, જેમ કે ‘વોર 2’ અને ‘ટાઇગર વર્સિસ પઠાણ’. ચાહકો પણ ‘ટાઇગર 3’ પાસેથી બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડની અપેક્ષા રાખી રહ્યા છે.

સલમાન ખાન માટે સંજીવનીરૂપ સાબિત થશે ‘ટાઇગર 3’
સલમાન ખાનની છેલ્લી કેટલીક ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો નથી. રેસ 3, ભારત, દબંગ 3, રાધે, કિસી કા ભાઈ કિસી કી જાન ટીકાકારો અને પ્રેક્ષકોને પસંદ ન આવી હતી. આવામાં ટાઇગર 3 જે હિટ ફ્રેન્ચાઇઝીમાંથી છે, તે દર્શકોમાં સલમાનનો ક્રેઝ પાછો લાવવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યુ હતું. લગભગ ઈદ પર આવતા સલમાનભાઇ આ વખતે દિવાળી પર ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ 12 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. ટ્રેલર જોયા બાદ ચાહકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.

Most Popular

To Top