Vadodara

બીજી નવરાત્રીએ ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યાં

વડોદરા: નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. અને યુવાહૈયાઓમાં થનગનાટ વધી ગયો છે. ગરબા ખેલૈયાઓ પ્રથમ દિવસથી જ ગરબા ગ્રાઉન્ડમાં આસ્થાભેર ઝુમતા જોવા મળ્યા હતા. જેમ જેમ નવરાત્રીનો પર્વ આગળ વધી રહ્યો છે તેમ તેમ ખેલૈયાઓ હિલોળે ચઢી રહ્યા છે. માં આદ્યશક્તિની આરાધનામાં વડોદરાવાસીઓ મગ્ન થઇ રહ્યા છે. સોળે શણગાર સજી યુવતીઓ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહી છે અને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે. 9 દિવસ સુધી વડોદરાવાસીઓ નવરાત્રી ફિવરમાં રંગાઈ જશે. અને ઉત્સાહ સાથે ગરબે ઘૂમશે.

શહેરમા ગરબે રમવાનો વિચિત્ર રિવાજ : માત્ર પુરુષો ગરબે રમે છે. મહિલાઓ ને નો એન્ટ્રી
વડોદરાના માંડવી ખાતે આવેલા અંબા માતાના ચોકમાં ભક્તિભાવ પૂર્વક યોજાતા એક માત્ર ગરબા એવા છે, જે ગરબી તરીકે ઓળખાય છે. અહીં માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. 150 વર્ષ ઉપરાંતથી અંબા માતાના પ્રાચીન મંદિર ખાતે દર વર્ષે ગુજરાતમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાતા આવ્યા છે. આ મંદિરનો ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જ જૂનો છે. અહીં પુરુષો જ માત્ર ગરબા કરી શકે છે. તે માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે આજે પણ પુરુષો ગરબા કરી રહ્યા છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે. જોકે મહિલાઓ અહી ગરબા રમી શકતી નથી.

200 વર્ષ જુની ભવાઈની પરંપરા નવરાત્રીમાં વડોદરામા જ જોવા મળે છે
નવરાત્રિમાં પૂજા-પાઠ તેમજ ગરબા રમવાની પરંપરા છે પરંતુ વડોદરાના કઁસારા પરિવાર છેલ્લા 200વર્ષથી નવરાત્રિમા છઠ્ઠા નોરતે મહાકાળી માતાના મંદિરમાં સમક્ષ ભવાઈ ભજવીને માતાની આરાધના કરે છે. સમગ્ર શહેરમાં મા શક્તિની આ પ્રકારે ઉપાસના ફક્ત વડોદરા શહેરમાં જ થાય છે.શહેરના એમજી રોડ પર આવેલ રાજરાજેશ્વર મંદિર પાસે મહાકાળી મંદિર આવેલું છે.માતાજીના મંદિરમાં દર વર્ષે કઁસારા પરિવારના સભ્યો દ્વિઅર્થી ભવાઈની પ્રસ્તુતિ કરે છે.કઁસારા પરિવારના સભ્ય જયમીન જયેન્દ્ર કહ્યું કે, વિવિધ વેશ સાથે નાટકની રજૂઆત કરવામાં આવે છે.

સાંજના ૧૦ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કલાકારો આઠથી દસ વેશ બદલીને ભવાઈની પ્રસ્તુતિ કરે છે. જેમાં વિવિધ વેશો જેવા કે કાનગોપી, બ્રાહ્મણ, જૂઠણ, ગણપતિ અને છેલ્લે અનોખો વેશ ધારણ કરીને ભવાઈની સમાપ્તિ કરાય છે. આખી રાત ચાલતી ભવાઈમાં ૨૫થી ૩૦ કલાકારો ભાગ લે છે. ભવાઈને તબલા,કાસી અને ભૂંગળથી કલાકારો જીવંત બનાવે છે.જયમીન ભાઈ ઉર્ફે લાલુ ભાઈએ ગુજરાતમિત્ર સાથે વાત ચિત કરતા વધુ મા જણાવ્યું હતું. અમારી 200 વર્ષ જૂની પરંપરા મા નવી પેઢી પણ જોડાયેલ છે. અને વડીલો ભારે રસ પૂર્વક ભાગ લેતા હોય છે.

Most Popular

To Top