Vadodara

માં જગદંબાની આરાધનામાંખેલૈયાઓ લિન બન્યા

વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનું હાલ પ્રથમ ચારણ ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ ચરણમાં ખેલૈયાઓ માતાજીની આરાધનામાં લિન બન્યા છે. ખેલૈયાઓ વિવિધ શણગાર સાજી ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી રહ્યા છે અને ગરબે ઘૂમી અનોખી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે. અનેરી ઉર્જા અને ઉત્સાહ સાથે ખેલૈયાઓ ગરબાનો આનંદ માણી રહ્યા છે. નવરાત્રીના ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયા હતા. તો કેટલાય સ્થળોએ શેરી ગરબા પણ ધૂમ મચાવી રહ્યા છે. વિવિધ એપાર્ટમેન્ટ ખાતે તેમજ સોસાયટીઓમાં નાના પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ ખેલૈયાઓ જમાવટ કરી રહ્યા છે.

ગૃહ મંત્રીનો આદેશ : ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘુમી શકાશે
નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે હવે રાતે 12 વાગે કોઈ પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર પોલીસ ગરબા બંધ કરવા નહિ જાય આ નિર્ણયને વડોદરાવાસીઓએ આવકાર્યો હતો. અને ખુશી વ્યક્ત કરી હતી. ગૃહરાજ્યમંત્રીની આ જાહેરાતને વડોદરાવાસીઓ વધાવી હતી. અને હવે ભરપૂર ગરબે ઘુમવાનો આનંદ માણી શકાશે તેની ખુશી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top