SURAT

ઉમરવાડામા પાડોશી મહિલાના મહેણાંટોણાંથી કંટાળીને ચાર બાળકોની માતાનો આપધાત

સુરત: સુરતમાંથી આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે. સુરત ઉમરવાડામાં(Surat Umarvada) એક પરિણીત મહિલાએ(Married woman) પાડોશી મહિલાની વીભત્સ ગાળોથી(Abusive words) માનસિક તણાવમાં(Depression) આવી ઝેરી દવા પી લીધી હતી.(Suisaid Attempt) દવા પીધા બાદ 7 દિવસની સારવાર બાદ મહિલાનું મોત નીપજયું છે (Died).

સાસુ અને મહિલાના પતિ પાસેથી મળેલી જાણકારી મુજબ શંકાના આધારે ઝગડાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ઝગડા વધી જતાં મહિલાનો માનસિક તનાવમાં ગરકાવ થયો હતો. ત્યારબાદ દવા પી લેતા સુરત સિવિલ હોસ્પિટલમાં મહિલાને લઈ જવામાં આવી હતી. જ્યાં આજે 7 દિવસ બાદ તેનું કરૂણ મોત નીપજયું છે. વધુમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના સંબંધોની જાણ પતિને ન હતી. પરંતુ એક વાર ફોન ઉપર વાત કરતાં પકડાય જતાં બંને પરિવારો વચ્ચે ઝગડા વધી ગયા હતા. પાડોશી મહિલા અને પરિણીતા બંને એક બીજાને વિભત્સ ગાળો આપી જાહેરમાં અપમાનિત કરતા હતા. 7 દિવસ પહેલા ઝગડો ખૂબ વધી જતાં આ ઘટના બની હતી.

શકીલ શેખ (પતિ)એ જણાવ્યું હતું કે તેઓ મજૂરી કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતા આવ્યા છે. પત્ની ઘરમાં કાપડ પર ટિકી લગાડવાનું કામ કરતી હતી. લાંબા સમયથી પાડોશી મહિલા સાથે ઝગડા ચાલતા હતા. બન્ને મહિલાઓ એક બીજાને ગાળો આપી જાહેરમાં અપમાનિત કરતી હતી. જોકે 7 દિવસ પહેલા સમીમબેનને પાડોશી મહિલાની ગાળોથી માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. જેથી સિવિલમાં દાખલ કરાઈ હતી. જ્યા આજે સવારે પરિણીતાનું મોત નીપજ્યું હતું. સમીમ ચાર બાળકોની માતા હતી.

નઝમાં (સાસુ)એ જણાવ્યું હતું કે, ચાર બાળકોની માતા એવી વહુ પતિની ગેરહાજરીમાં પાડોશી યુવક સાથે વાત કરતી હોવાની પાડોશી મહિલા બુમો પાડતી હતી. પાડોશી મહિલાના ઝઘડાનું મુખ્ય કારણ એના પતિ સાથે વહુની વાતચીત હતી. ‘મેરે પતિ કે સાથ લફરાં કરતી હે, વાત કરતી હે’ કહી આવા આરોપો સહિત ગંદી ગાળો આપતી હતી. ઝગડો હદ પાર કરી ગયો હતો. બસ તેના કારણે વહુએ ઝેરી દવા પી લીધી હતી. પુત્રના લગ્ન ને પણ વર્ષો થઈ ગયા હતા. કામકાજને લઈ પુત્ર વધારે સમય બહાર જ રહેતો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top