Top News

More Posts

   The Latest

Most Popular

સુરત (Surat) : શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યા (GrishmaMurder) કાંડ જેવી ઘટના બની છે. બમરોલીના રાયકા સર્કલ નજીક પૂર્વ પ્રેમીએ (ExBoyfriend) તીક્ષ્ણ હથિયારથી જાહેરમાં પ્રેમિકા પર હુમલો (Attack) કર્યો છે. પ્રેમિકાના ગળા, છાતી અને માથા પર ઘા મારી પ્રેમી ભાગી છૂટ્યો છે. પ્રેમિકાએ તેની સાથે જવાનો ઈનકાર કરતા ગુસ્સે ભરાઈ પ્રેમીએ હુમલો કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બમરોલીના રાયકા સર્કલ પાસે પ્રેમીએ પ્રેમિકાના ગળા, માથા અને છાતી પર ઘા મારતા ચકચાર મચી ગઈ છે. પ્રેમીએ હુમલો કર્યો ત્યારે પ્રેમિકા તેની માતા સાથે હતી. માતાની પરવાહ કર્યા વિના પૂર્વ પ્રેમીએ ઘા માર્યા હતા ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાઈ હતી.

ગુસ્સાવાળા સ્વભાવના લીધે સંબંધ તોડી નાંખ્યા હતા
યુવતીએ જણાવ્યું હતું કે તેઓ ઉધનામાં પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષથી પટેલ નગર ઉધનામાં રહેતા અને સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરતા વિષ્ણુ છગનભાઇ વસાવા સાથે પરિચિત હતી. બન્ને લગ્ન પણ કરવાના હતા. જોકે વારંવાર ઝગડા અને ગાળો દેતો હોવાને લીધે રક્ષા બંધન બાદ સંબંધ તોડી નાખ્યા હતા. તેમ છતાં પીછો કરી વિષ્ણુ હેરાન કરતો હતો.

આરોપી પ્રેમી વિષ્ણુ.

પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા હુમલો કર્યો
વધુમાં જણાવ્યુ હતું કે આજે જબજસ્તી મને ઘરેથી બાઇક પર બેસાડી આજુબાજુના વિસ્તારોમાં ફરાવતો રહ્યો ત્યાર બાદ મારા મમ્મી ના કામ ન સ્થળ પર લઈ ગયો હતો. જ્યાં પણ મને કહે ચાલ મારી સાથે મારા મિત્ર ના ઘરે કહી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી મમ્મી એ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપ્યા બાદ પણ વિષ્ણુ જબરજસ્તી કરતા હું મમ્મી સાથે પોલીસ ફરિયાદ કરવા જઈ રહી હતી. ત્યારે જ રાયકા સર્કલ નજીક વિષ્ણુ એ મને આંતરી ઉપરા ઉપરી ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ ખસેડાયા બાદ પીડિતા ભાનમાં આવી હતી. પરિવારની એકની એક દીકરી છું. એક ભાઈ છે. માતા-પિતા પણ સંચા ખાતામાં કામ કરે છે. વિષ્ણુ એ 2-3 વાર ધમકી આપી ચુક્યા બાદ આજે મારી નાંખવાના ઇરાદે જ હુમલો કર્યો છે.

To Top