Dakshin Gujarat

ચકલાદમાં કાર ઝાડ સાથે અથડાતાં એકનું મોત, નવસારીમાં બાઈક અડફેટે આધેડનું મોત

ભરૂચ: (Bharuch) આમોદના ચકલાદ ગામ પાસે કાર (Car) માર્ગની બાજુમાં આવેલા ઝાડ (Tree) સાથે ભટકાતાં ૭૪ વર્ષીય ઈબ્રાહીમ આદમ બાપુનું ગંભીર ઇજાને પગલે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે પોલીસે (Police) તપાસ આરંભી છે.

આંકોટના આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત
ભરૂચ: વાગરાના આંકોટના ઘંટી ફળિયામાં રહેતા ભૂપેન્દ્ર ઠાકોર ગોહિલના પિતા ૫૨ વર્ષીય ઠાકોર ધીરુભાઈ ગોહિલ પોતાની બાઇક નં.(જી.જે.૧૬.બી.એફ.૭૦૩૯) લઈ વાગરાથી પરત ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન આંકોટ-વાગરા વચ્ચે આવેલી ગેલ કંપનીના ટર્મિનલ સામે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે ઠાકોર ગોહિલની બાઇકને ટક્કર મારતાં ઠાકોરભાઈનું ગંભીર ઇજાથી મોત થયું હતું. અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સિસોદ્રા આરકથી હાઈવે જતા રોડ પર બાઈક અડફેટે આધેડનું મોત
નવસારી : સિસોદ્રા આરકથી નેશનલ હાઈવે નં. 48 ઉપર રોડ પર ચાલતા-ચાલતા જઈ રહેલા આધેડનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના આરક ગામે હચ ઇન્ડસ્ટ્રીઝમાં મનોજ રઘુભાઈ મિસ્ત્રી (ઉ.વ. 43) તેમના અન્ય સાથીઓ સાથે રૂમમાં રહેતા હતા. ગત 22મીએ મનોજભાઈ આરક સિસોદ્રા ખાતે હાટ બજારમાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત હચ કંપની તરફ ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. દરમિયાન એક બાઈક (નં. જીજે-21-ડીબી-2486) ના ચાલકે પુરઝડપે બાઈક ચલાવી લાવી મનોજભાઈને ટક્કર મારી હતી. જેના પગલે મનોજભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા.

જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વેસ્મા અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ મનોજભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જયા બાદ બાઈક ચાલક બાઈક ઘટના સ્થળે મૂકી નાસી ગયા હતા. આ બનાવ અંગે કારુભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.

Most Popular

To Top