પેટલાદ તા.19આણંદ જિલ્લામાં જુદા જુદા વર્ગની 11 નગરપાલિકામાં વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમાંય સેનેટરી વિભાગમાં સફાઈ કામદારો સહિત અન્ય...
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજિત જૂની પરંપરાગત ગ્રામ્ય રમતો ગીલી ડંડા, લીંબુ ચમચી, રસા ખેંચ,...
આગામી 22મી જાન્યુઆરીના રોજ માત્ર દેશના જ નહીં પણ વિશ્વના કરોડો હિન્દુઓના પરમ આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ જન્મ સ્થાન મંદિરની ભવ્ય...
ખાનપુર તા.19ખાનપુર તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ જે ખાનપુર તાલુકાના વડાગામ પાસેથી પસાર થાય છે. આ કેનાલમાં શાળાએથી ઘરે જતા બે...
ડાકોર, તા.19ડાકોર નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઇ, ગોમતી તળાવમાં મૂકેલા તરાપા જર્જરિત હોવા છતાં આજદિન સુધી ન ઉઠાવાતાં શ્રધ્ધાળુઓ સેલ્ફી લેવા જાય...
સાંઠના દાયકાની અભિનેતા રાજેન્દ્રકુમારનીસસુરાલ નામની સફળ ફિલ્મ જોયાની યાદ આવે છે. અભિનેત્રી બી. સરોજા દેવીની ખૂબસુરતી પર ફિદા થઇને મોહમદ રફીનું ગીત...
આપણે કયાં સુધી એન્ટી હીરોને હીરો બનાવતા રહીશું! વિલન માટે ગેટઅપ વિચરતા રહીશું ડોડેંગ, શાકાલ કે મોગેમ્બો જેવા પાત્રોની રચના થતી રહેશે...
પૈસા ધન-દોલત, સમૃદ્ધિ એટલે જહોજલાલી-વૈભવ. આ એક પ્રકારનું શક્તિબળ જ કહેવાય કેમકે તેના પ્રતાપે કીર્તિ મળે છે. આવી વ્યક્તિ પાસે તમામ ચીજ...
ગુજરાતમાં સ્કૂલે જતાં બાળકોને જે રીતે સ્કૂલ બસમાં, વાનમાં અને રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે તે જોતાં દરરોજ કોઈ દુર્ઘટના નથી...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારા (Beach) પર બનેલા નયનરમ્ય રસ્તા પર મોડીરાત્રે એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોવાનો અશ્લિલ વીડિયો (Video)...
નવી દિલ્હી: (New Delhi) ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો (Bilkis Bano) પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં શરણાગતિ...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના...
સુરત: (Surat) સરથાણામાં પ્રેમીએ પ્રેમિકા (Lovers) પર હુમલો કરી પોતે સુસાઇડ (Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાસોદરા ગામમાં આવેલ ઓમ...
વડોદરા: (Vadodra) મોટનાથ હરણી તળાવ (Harni Lake) ખાતે ઇજારદાર દ્વારા વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા હતા. જો કે ગુરુવારની ઘટના બાદ પાલિકા...
વર્ષ 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લગભગ તમામ ટીમો T20...
વડોદરા: (Vadodra) વડોદરાના હરણી તળાવમાં (Lake) ગુરુવારે સાંજે બનેલી બોટ (Boat) દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. આ મામલે...
અયોધ્યાઃ (Ayodhya) રામલલાના (Ram Lalla) ચહેરાની સંપૂર્ણ તસવીર (Photo) સામે આવી છે. આમાં રામલલાની સંપૂર્ણ છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર...
સુરત: (Surat) સુરત વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ (Hardik Patel) વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ બદલ આજે કોર્ટમાં હાજર રહેલા...
એક દિવસ ગુરુજીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘આપણે જીવન જીતી જવા માટે આ જીવન તરી જવા માટે કયા જવું જોઈએ ???’ બધા...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન આપણા ઇતિહાસના એક એવા અધ્યાયને બંધ કરે છે કે જેના વિશે ઘણા યુવાનોને ખબર નહીં હોય, પરંતુ બાકીના આપણે...
વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે પૃથ્વી પરના કુદરતી બરફમાં ઘટાડો એ આખા વિશ્વની સમસ્યા છે. કાશ્મીર એ ભારતનું જ નહીં પણ વિશ્વનું જાણીતું...
ભરૂચ: (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (BCC)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા.૨૦મી...
વડોદરા: વડોદરાના હરણી તળાવ તળાવમાં (Lake) બોટમાં (Boat) સવારી કરી રહેલ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના ડૂબવાની હૃદયદ્રાવક ઘટનામાં...
સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન (Third organ donation) થયું હતું. આ સાથે જ સુરત...
વડોદરા: (Vadodra) લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક (Lake) ઝોનમાં બોટમાં (Boat) સવારી કરી રહેલ 27 લોકો ડૂબવાની હચમચાવી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બનેલા ભવ્ય શ્રી રામ મંદિરના (Shri Ram Temple) ગર્ભગૃહમાં રામલલાને તેમના આસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બુધવારે મોડી...
સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) કરવામાં આવનાર...
શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ આધાર કાર્ડને (Adhar Card) લઈને મોટો નિર્ણય લીધો છે. હવે EPFOમાં કોઈપણ કામ...
જોધપુર: આસારામના (Asaram) સમર્થકોએ આજે બુધવારે એક વકીલને (lawyer) માર માર્યો હતો. આજે નવી હાઈકોર્ટ (High Court) પરિસરમાં સમર્થકોએ (supporters) એડવોકેટને માર...
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
પેટલાદ તા.19
આણંદ જિલ્લામાં જુદા જુદા વર્ગની 11 નગરપાલિકામાં વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમાંય સેનેટરી વિભાગમાં સફાઈ કામદારો સહિત અન્ય કર્મચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. આ ઘટ પડતી જગ્યાઓ ભરવાના બદલે મોટા ભાગની પાલિકાઓ રોજમદારો થકી કામ ચલાવે છે. જેની સીધી અસર સફાઈ જેવી પ્રાથમિક સુવિધા ઉપર જોવા મળી રહી છે. ગત વર્ષોમાં આણંદની કેટલીક પાલિકાઓ સર્વેક્ષણમાં અવ્વલ નંબરે આવતી હતી, જે પાલિકાઓની ચાલુ વર્ષે પીછેહઠ થઈ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાયમી કર્મચારીઓની ઘટ હોવા છતાં પગાર પાછળનું મહેકમ ખર્ચ વધતું જતું હોવાના લીધે પાલિકાની આર્થિક સ્થિતી કથળતી જાય છે. તેમાંય વર્ષ દરમ્યાન આ પાલિકાઓમાં સૌથી વધુ ખર્ચ સેનેટરી વિભાગમાં થતો હોવા છતાં સફાઈની સ્થિતી દયનીય છે.
આણંદ જીલ્લામાં કુલ 11 નગરપાલિકાનો સમાવેશ થાય છે. જેમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની એક માત્ર આણંદ પાલિકા છે. જ્યારે 50 હજારથી એક લાખની વસ્તી ધરાવતી પાલિકામાં પેટલાદ, બોરસદ અને ખંભાતનો સમાવેશ થતાં તે ‘બ’ વર્ગની ગણાય છે. તેવી જ રીતે 25 હજારથી 50 હજારની વસ્તી ધરાવતી ‘ક’ વર્ગની પાલિકાઓમાં ઉમરેઠ અને કરમસદ આવે છે. જ્યારે આંકલાવ, બોરીયાવી, ઓડ, સોજીત્રા, વલ્લભ વિદ્યાનગર પાલિકાની વસ્તી 15 હજારથી 25 હજારસુધીની હોવાથી તેનો ‘ડ’ વર્ગમાં સમાવેશ થાય છે. આ પાલિકાનું સ્વચ્છતા સંદર્ભે દર વર્ષે સર્વે કરવામાં આવતું હોય છે. વર્ષ 2016થી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. જે મુજબ જે તે પાલિકા હદ વિસ્તારના તમામ વોર્ડની સફાઈ, સુકા અને ભીના કચરાનું ડોર ટુ ડોર કલેક્શન, આ કચરાનું પ્લાસ્ટિક – કાગળ – પતરૂં – લોખંડ – પૂંઠા – કપડાં વગેરેનું વિભાજન કરવાનું હોય છે. પ્લાસ્ટિકને રિ-સાયકલ કરી ઓઈલ કે અન્ય વસ્તુઓ બનાવવાની હોય છે. તેવી જ રીતે ભીના કચરાની પ્રોસેસ કરી તેનું ખાતર બનાવી આવકનો સ્ત્રોત જે તે પાલિકાએ કરવાનો હોય છે. આ ઉપરાંત જે સૂકો કે ભીનો કચરો વધે તે ડમ્પ સાઈટ ઉપર ભેગો થાય એટલે સમયાંતરે તેનો નિકાલ કરવાનો હોય છે. આ તમામ કામગીરી માટે સરકાર જુદા જુદા વિભાગો થકી ગ્રાન્ટ પણ આપતા હોય છે. પરંતુ આણંદ જીલ્લાની કેટલીક નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાને કારણે સ્વચ્છતા સંદર્ભની કામગીરી સંતોષકારક થઈ શકતી નથી.
મળતી માહિતી મુજબ, આણંદ જીલ્લાની તમામ નગરપાલિકાઓમાં સરકાર દ્વારા પગાર માટે જે ગ્રાન્ટ દર મહિને આપવામાં આવતી હોય છે, તે ઉપરાંત પગાર પાછળ સ્વભંડોળમાંથી ખર્ચ થતો હોય છે. જેથી એવી પાલિકા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સનું લાઈટ બીલ સમયસર એમજીવીસીએલને ભરપાઈ કરી શકતા નથી. એ બાકી બીલોનો આંકડો વધતા વધતા કરોડો સુધી પહોંચી જતો હોય છે. જેથી અંતે વીજ કનેક્શન કાપવાની નોબત આવી જાય છે. જેથી સફાઈની સાથે સાથે સ્ટ્રીટ લાઈટ અને પાણી પુરવઠા માટે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. બીજી તરફ પગાર ખર્ચનું મહેકમ વધી જતાં કાયમી સફાઈ કામદારો સહિત કર્મચારીઓની ભરતી થઈ શકતી નથી. કારણકે દર પાંચ વર્ષે જે તે પાલિકાઓમાં સત્તા સ્થાને જે કાઉન્સિલરો આવે છે તેઓ પોતાના મળતિયાઓને કોઈ ને કોઈ વિભાગમાં હંગામી ધોરણે ઘુસાડવાનું કામ કરે છે. જેથી મહેકમ ખર્ચ વધે છે અને કાયમી ભરતી અટકે છે. જેની સીધી અસર પ્રજાના ભરેલા વેરાની આવકના સ્વભંડોળ ઉપર દેખાય છે. માટે જ મોટી સંખ્યામાં રોજમદારો ઉપર પાલિકાઓને મદાર રાખવો પડે છે. જેને કારણે સેનેટરી વિભાગનો ખર્ચ વધે છે છતાં સ્વચ્છતા સંદર્ભની કામગીરી નબળી પડતી જોવા મળે છે. આણંદ જીલ્લાની પાલિકાઓની આવી સ્થિતીને કારણે જ ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ હોવાનું જાણવા મળે છે.
