Charchapatra

મેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નજર ના લગે

સાંઠના દાયકાની અભિનેતા રાજેન્દ્રકુમારનીસસુરાલ નામની સફળ ફિલ્મ જોયાની યાદ આવે છે. અભિનેત્રી બી. સરોજા દેવીની ખૂબસુરતી પર ફિદા થઇને મોહમદ રફીનું ગીત ગાય છે. એ ગીત એ જમાનામાં વિશેષ સુરત શહેરના ઘરેઘરમાં બહુ પ્રખ્યાત બની ગયું હતું. જેના શબ્દો હતા તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નજર ના લગે એ ગીતની મહિમા માત્ર ફિલ્મની અભિનેત્રી પુરતી સીમીટ હતી.

પરંતુ મને કહેવાનું મન થાય છે કે દેશ અને દુનિયાની નજર હવે આ એકવીસનમી સદીમા સુરતની ખૂબસુરતી સાથે એની બહેદ બેહદ પ્રગતિ તરફ આકર્ષાય છે. ભગવતીકુમાર શર્માના શબ્દોમાં કહેવું હોય તો આ મારા સુરત શહેરે ભૂતકાળમા ઘણી બધી લીલી સુકી સહિત અનેક આપત્તિઓ જોઇ છે. હવે જયારે આ મારું ગંદુગોબરું શહેર એ બધી કથા વ્યથામાંથી બહાર આવ્યું છે ત્યારે માત્ર સુરતીઓ જ નહીં આ શહેરમાં આવીને વસી ગયેલી પચરંગી પરદેશી પ્રજાએ એની જાળવણી એની સુંદરતા સ્વચ્છતા જળવાય રહે એ માટે તનતોડ મહેનત કરવાની પવિત્ર ફરજ બજાવવાની છે.

ગંદકી કરવાથી એને બચાવવાની છે. સાથે એમને એવું પણ કહ્યું હતું કે મને ફરી નવો જનમ મળે તો આ સુરત શહેરમાં મળે એવી હું પ્રભુ પ્રાર્થના કરું છું. કેવો સદ્‌ભૂત પ્રેમ સુરત માટે એમને હતો 2024મા જયારે સુરત શહેરને સ્વચ્છ સુરત માટે પ્રથમ ક્રમ હાંસિલ થયો છે ત્યારે આ શહેરની અધધ વસ્તીના લોકોએ કસમ ખાઇને સુરતની સુંદરતા સ્વચ્છતા અકબંધ રાખવા માટે પ્રતિજ્ઞા લેવાની છે કે મેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નજર ના લગે. આટલી ફરજ જવાબદારી આપણે સૌએ અદા કરવાની છે. સુરત માટે બૂરી નજરવાળાથી બચીને રહેવાનું છે. જરૂર સુરતને ખૂબસુરત બનાવીએ.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top