Charchapatra

વિલન હીરોના રૂપમાં

આપણે કયાં સુધી એન્ટી હીરોને હીરો બનાવતા રહીશું! વિલન માટે ગેટઅપ વિચરતા રહીશું ડોડેંગ, શાકાલ કે મોગેમ્બો જેવા પાત્રોની રચના થતી રહેશે આપણે નવી પેઢીને જેને જેનેઝી કહીએ છીએ એના આદર્શ તરીકેશું આપી રહ્યા છે. દાઢી વધારેલા ડ્રગ્સ લેતા સિગરેટ ફૂંકતા કે સહેજ અચકાયા વગર હત્યા કરી નાખતા પાત્રો માટે જિંદગી જીવવાનો એક જ આદર્શ રસ્તો બની ગયો છે. કાયદાનું પાલન  નકરવું ગમે તેની સાથે બેફામ ભાષા અને ગેર વર્તન મારપીટ પોતાની ઘોંસ જમાવવી એ જ જાણે સત્ય હોય વધુને વધુ યુવાનોએ દિશામાં વળતા જાય છે.

વલી ગુનેગારને સફળ પોલિટિશિયન બનતા જોઈને કે ડ્રગ્સ કે ડોમેસ્ટીક વાયોલેન્સ અને જાતિય સતામણીનાં ગુનમાંનું સંકેલાઈ રૂપિયાથી ભલભલી પરિસ્થિતિમાં માર્ગ નીકળે છે. મીડિયા આવાને હીરો બનાવે છે. મેચફિકિસંગ કરતા દાઉના ફોટા કે ઇન્ટરવ્યુને મગાવવામાં આવે છે. પ્રસિદ્ધ થવુ. ખૂબપૈસા કમાવા એ જ પાવર પોઝિશન મેળવવાની સાચી રીતે છે. સત્ય અને દ્રવિડ સદીઓથી સામસામે ઊભા છે. દેવો અને અસુરો છે ક પુરાણકાળથી લડી રહ્યા છે. હવે દ્રવિડો કે અસરો આપણા આરાધ્ય બનશે. ફિલ્મસ્ટર ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડ નાખે કે ડ્રગસના કેશણાં તો નામા પેપર્સ, ઇડીમાં પકડાય છે. તેમ છતાં આજે આવા લોકો હીરો ગણાયછે. ફિલ્મી સ્ટાર ફેશન કે ટ્રેન્ડ જ નહી યુવાનોની વિચારધારા ઉપર અસર કરતા થયા છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રેલ્વે સ્ટેશન પાસેનો ટ્રાફીક
આપણે સુરતને આધુનિક અને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે દોટ મુકી રહ્યા છે પણ કોઇ પણ સુરતમાં આગમન કરે તો તો એ શરૂઆત રેલ્વે સ્ટેશનની સામે આવલા બસ સ્ટેન્ડથી કરે છે. આ બસ સ્ટેન્ડને પહેલી તકે દૂર કરવાની જરૂર છે. સવારે સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી આ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યા એટલી છે કે ન પુછો વાત. રેલ્વે સ્ટેશન પર આવવા માટે નાનકડી ગલીમાંથી આવવું પડે છે. આ રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જે સાથે સાથે જે જેના લીધે ટ્રાફીક જામ થઇ જાય છે અને ઘણા લોકો આ ટ્રાફીક જામને લીધે ટ્રેન પણ ચુકી જાય છે. આ વર્ષો જુની સમસ્યાનો હલ તંત્ર પાસે કેમ નથી. આ સમસ્યા વર્ષો જુનીછે પણ આનો હલ કરવો એ મહત્વ અને મુદ્દાની વાત છે. આના ઉપર ધ્યાન દોરીને આ સમસ્યા હલ કરવી જરૂરી છે.
સુરત     – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top