Columns

મોટું થતું સર્વિસ સેકટર આર્થિક અસમતુલા સર્જી શકે

સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે. તેવી જ રીતે સમાજ શાસ્ત્રોમાં પણ કુદરતી સમતુલનના નિયમો ન જળવાય તો તેજી-મંદી-ફૂગાવો, આર્થિક અસમતુલા સર્જાય છે. ભારતમાં અર્થતંત્રની ચિંતા કરનારા સૌએ ભારતમાં સર્જાયેલી ક્ષેત્રીય અસમતુલા પર ધ્યાન આપવાની જરૂર છે. જેમ પ્રાદેશીક અસમતુલા શ્રમિક અને મૂડીનું સ્થળાતર સર્જે છે અને આ સ્થળાતર સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા કરે છે. તેવી જ રીતે અર્થતંત્રના ત્રણ મુખ્ય ક્ષેત્રમાં અસમાનતા સર્જાય તો તે પણ મહત્વની આર્થિક સમસ્યાઓ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસુઓ જાણે છે કે અર્થતંત્રના મુખ્ય ત્રણ ભાગ છે.

ખેતીક્ષેત્ર, ઉદ્યોગક્ષેત્ર, અને સેવાક્ષેત્ર કોઇપણ દેશના ઉત્પાદન આવક અને રોજગારીનો આ ત્રણ ક્ષેત્ર પર આધાર હોય છે. આર્થિક સ્થિરતા અને સંતુલનના વિશ્લેષકો એ સતત જોતા રહે છે કે આ ત્રણેય ક્ષેત્રનો કુદરતી રીતે વિકાસ અને વિસ્તાર થાય તથા તેમનું પરસ્પ રાવલંબન વિકૃત ન બને. આધુનિક આર્થિક પ્રગતિનો ઇતિહાસ તપાસતા જણાય છે કે કોઇપણ દેશનો આર્થિક વિકાસ થાય ત્યારે શરૂઆતના તબક્કામાં આવક ઉત્પાદન, રોજગારી કે નિકાસમાં ખેતીક્ષેત્રનો ફાળો વિશેષ હોય છે. પછી વિકાસ પ્રક્રિયા વેગ પકડે એટલે ઉદ્યોગક્ષેત્રનો વિકાસ થાય અને સાથે સાથે સર્વિસ સેકટર પણ મોટું થાય. ભારતમાં પણ આ જ કમ આપણને જોવા મળ્યો.

આર્થિક વિકાસની પ્રક્રિયા તબક્કાવાર આગળ વધતા ખેતીક્ષેત્રની તુલનાએ ઊદ્યોગ અને સેવાક્ષેત્રનો ફાળો વધવા લાગ્યો. વળી આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ અપનાવ્યા બાદ સેવાક્ષેત્રનો વિકાસ અત્યંત ઝડપી થયો. પણ હવે, છેલ્લા વર્ષોમાં ખેતી અને ઉદ્યોગક્ષેત્રના વિકાસ દર કરતા પણ સેવાક્ષેત્રની વૃદ્ધિ વધી ગઈ છે. જોકે ધ્યાનથી જોતા એ દેખાય છે કે સેવાક્ષેત્રનો વિસ્તાર અકુદરતી ઢબે થઈ રહ્યો છે. અસમાન રીતે થઈ રહ્યો છે. તેનું વાસ્તવિક મૂલ્ય સર્જીન ધીમું છે પણ આંકડાકીય વિસ્તાર મોટો છે. ભારતમાં ફુગાવાના જે વલણો જોવા મળે છે તેનું કારણ સેવાક્ષેત્રનો બીજા જરૂરી અને અકુદરતી વિસ્તાર છે.

સેવાક્ષેત્ર અકુદરતી રીતે મોટું થાય તો ફુગાવાકારી બને છે આ વાત સરળ રીતે સમજવાની જરૂર છે. યાદ રહે ખેતીક્ષેત્ર અને ઉદ્યોગક્ષેત્ર દ્વારા જે ઉત્પાદન થાય છે તે ભૌતિક અને વાસ્તવિક વપરાશની વસ્તુઓનું થાય છે. જ્યારે સેવાક્ષેત્રનો આધાર આ ખેતી અને ઉદ્યોગની વસ્તુઓના વેચાણ અને વેપારમાં મદદરૂપ થવાનો છે. ખેતી અને ઉદ્યોગક્ષેત્રનો ખરેખર વિકાસ થાય તો જ સેવાક્ષેત્રનો વિકાસ થાય. ખેતી અને ઉદ્યોગમાં વાસ્તવિક વસ્તુઓનું ઉત્પાદન સ્થિર કે ધીમાદરે વધતું હોય અને સેવાક્ષેત્ર આ બંને ક્ષેત્ર કરતા વધારે દરે વધે તો દેશમાં માંગ-પૂરવઠાની અસમતુલા સર્જાય!

વિચારો દેશમાં અનાજ, કઠોર, શાકભાજી જેવી તમામ ખેત પેદા શો સ્થિર દરે ઉત્પાદન થાય અને ઔદ્યોગિક ઉત્પાદનો પણ સ્થિરદરે ઉત્પાદન થાય અને ચેનલો, ફીલ્મો, બેંકો, શાળા, કોલેજો મનોરંજનનો અમાય વધારો થાય તો સેવાક્ષેત્રમાં જેમણે આવક મેળવી તે ખર્ચ કરવા ક્યાં જશે? એ કોતો ખેતઊત્પાદન ખરીદશે અથવા ઔદ્યોગીક ઉત્પાદન ખરીદશે! હવે સેવાક્ષેત્ર મોટું હશે તો સેવાક્ષેત્રમાં કામ કરનારાની આવક કરતા ખેતી અને ઉદ્યોગનું ઉત્પાદન મૂલ્ય ઓછું હશે! એટલે ફુગાવો થશે! અજે ભારતમાં જરૂર કરતા વધારે ચેનલો, જરૂર કરતા વધારે ફિલ્મોનું પ્રોડકશન, જરૂર કરતા વધારે ટીવી કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો, ઠેરઠેર શરૂ થતા ભૂલકાઘાર, શાળાઓ, કોલેજો, દવાખાના અને માંગ કરતા વધારે પ્રમાણમાં ખૂલી જતા આ સર્વિસ સેકટરમાં હવે કોઇપણ ભોગે ટકવાની મથામણ ચાલે છે.

આ લોકોમાં એક બીજાના ગ્રાહકો તોડવાની સ્પર્ધા ચાલે છે. આ બીન જરૂરી સર્વિસ સેકટર ઘણાએ કાળુનાણું થાળે પાડવા માટે ઉપયોગમાં લેવાની નીતિનું પરિણામ છે! ભારતમાં અત્યારે કોઇપણ ખાનગી શાળા, કોલેજ, ખાનગી બેંક, ખાનગી ચેનલો કે ફિલ્મની ખરેખર બેલેન્સ શીટ તપાસો તો પ્રશ્ન થાય કે આ લોકો સર્વાંધ કેવી રીતે કરે છે? ખૂબ ઓછા પગારમાં દેશનું યુવા ધન આ બીન જરૂરી વિકસેવા સર્વિસ સેકટરમાં નોકરી કરતું દેખાય છે. અર્થશાસ્ત્રની ભાષામાં આ બીનઉત્પાદક રોજગારી પ્રશ્નન્ન બેકારી છે. છૂપી બેકારી છે.

દેશમાં ખૂલ્લી બેકારી કરતા પણ આ વધારે ભય જનક છે. આર્થિક વિકાસ પામેલા કોઇપણ અર્થતંત્રમાં સર્વિસ સેકટર મોટું જ હોય છે. પણ તે કેટલું મોટું હોવું જોઇએ? તો સાવ સાદો જવાબ છે કે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના સવરવાળા કરતા સેવાક્ષેત્રનું કદ વધારે ન હોવું જોઇએ. ભારતના અર્થતંત્રમાં વર્ષોથી પ્રાદેશીક અસમાનતા તો હતી જ પણ છેલ્લા દસ વર્ષમાં સૌને સેવાક્ષેત્રમાં જ નફો દેખાય છે. સૌ સેવાક્ષેત્રમાં જ રોકાણ કરે છે. વળી આપવું સેવાક્ષેત્ર સરકાર આધીન છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને સતત સરકારનો સહારો જોઇએ છે.

જો કાયદાના ઉલ્લંઘન અને નીયમો નેવે મૂકવાની બાબતે તુલના થાય તો ખેતી અને ઉદ્યોગ કરતા સેવાક્ષેત્રમાં તે વધારે જોવા મળે છે! બીનજરૂરી રીતે થયેલો સેવાક્ષેત્રનો વિસ્તાર ભ્રષ્ટાચાર, ફુગાવો અને કાળાનાણાના સર્જનને પ્રોત્સાહીત કરે છે! બહુ સીધીવાત છે કે અર્થતંત્રમાં તમે માત્ર ચેનલો, બેંકો, કોલેજો, મનોરંજન કાર્યક્રમોનો જ વધારો કરો તો આ બધામાં આવક મેળવનારા અત્રે ખર્ચ કરવા ક્યાં જશે? કાંતો તે ખેતી ક્ષેત્રના ઉત્પાદનો ખરીદશે અથવા ઉદ્યોગક્ષેત્રના ઉત્પાદન ખરીદશે! હવે જો ખેતી અને ઉદ્યોગક્ષેત્રમાં એટલું ઉત્પાદન જ નહીં થયું હોય તો? તો ભાવ વધશે! ટૂંકમાં કુદરતી સમતુલાના નિયમો અર્થતંત્રમાં પણ લાગુ પડે છે. આપણે આશા રાખીએ કે દેશના અર્થચિંતકો ક્ષેત્રીય અસમતુલા પર ધ્યાન આપે અને આવનારા સમયમાં તેના ઉપાયો માટેના પગલા લે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top