Columns

કયા જવું જોઈએ?

એક દિવસ ગુરુજીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘આપણે જીવન જીતી જવા માટે આ જીવન તરી જવા માટે કયા જવું જોઈએ ???’ બધા વિચારવા લાગ્યા કે આ કેવો સવાલ છે આ પ્રશ્નનો જવાબ તો કોઇપણ આપી શકે. અમુક બટકબોલા શિષ્યો બોલ્યા, ‘ગુરુજી આ નો જવાબ તો બધાને ખબર છે..’ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘તો આપો જવાબ..’ શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી આપે જ શીખવાડ્યું છે કે જીવનનો સાર ભગવાન છે અને આપણે બધાએ જીવનમાં જીતી જવા અને જીવન ત્રી જવા ભગવાનની પાસે જવું જોઈએ.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર ભગવાનની પાસે જવું જોઈએ ….જવાબ સાચો છે પણ ભગવાનની પાસે કઈ રીતે જવું ??…ભગવાનની પાસે કોણ લઇ જશે?? …ભગવાન કયા મળશે ??…ભગવાનને મળવાનો માર્ગ કયો ???’જવાબ આપો.

હવે બધા ચુપ હતા…ગુરુજીએ કહ્યું, ‘વિચારીને જવાબ આપો તમારે બધાએ મને જવાબ તો આપવા જ પડશે બધાના જવાબ મળશે પછી જ બપોરનું ભોજન બધાને મળશે.’બહુ વિચારીને ધીમે ધીમે એક પછી એક બધા જવાબ આપવા લાગ્યા.એક જણ બોલ્યું, ‘ગુરુજી, અમે તમરી પાસે આવ્યા છીએ તમે જ અમને ભગવાન સુધી જવાનો માર્ગ દેખાડશો એટલે ગુરુ પાસે જવું જોઈએ.’બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી ભગવાન તો ધ્યાન અને તપ કરવાથી મળશે.’ત્રીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી મંદિર ,મસ્જીદ ,ગુરુદ્વારા ,ગિરજાઘર વગેરે ધર્મસ્થળો પર રોજ જવું જોઈએ ભગવાન પ્રસન્ન થશે તો ત્યાં મળી જશે.’ચોથા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી ભગવાન તો ત્યાગના માર્ગે જ મળે અમને થોડા મળી જશે.’

પાંચમાં શિષ્યએ કહ્યું, ‘ભગવાની સાચી ભક્તિ કરવી ભગવાન પ્રેમ ભક્તિથી મળી જાય છે .’આમ ઘણા જવાબ મળ્યા પણ ગુરુજીને જોઈતો જવાબ હજી મળ્યો ન હતો. ગુરુજી બોલ્યા, ‘તમારા કોઈના જવાબ ખોટા છે તેમ નહિ કહું …પણ મને જોઈએ છે તે જવાબ હજી મળ્યો નથી.ભગવાનને મેળવવાના બધા માર્ગ અઘરા છે અને સાચા દિલથી પ્રયત્ન કરો તો ભગવાન સહેલાયથી મળી જાય છે પણ હું જે જવાબ મેળવવા માંગું છું તે સૌથી સહેલો રસ્તો છે….’ શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી , અમને માફ કરો પણ હવે તમે જ સમજાવો કે જીવન તરી જવા માટે ભગવાન ક્યાં મળશે ?? ..કઈ રીતે મળશે …??’ ગુરુજી બોલ્યા, ‘ભગવાન કયા રહે છે યાદ છે ??

ભગવાન આપણા સૌના અંતરમનમાં રહે છે અને એટલે જે પોતાના અંતરમનની અંદર ઝંખીને જુએ છે ….જે પોતાની ભીતર [અંદર] જાય છે તે તરી જાય છે એટલે તેને પોતાના અંતરમનમાં સમાયેલા ભગવાન મળી જાય છે કારણ કે ત્યાં તે સૌથી નજીક છે.અને ભગવાન બધાના અંતરમનમાં રહે છે એટલે બધાને સાચા દિલથી પ્રેમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રેમથી આપણો સ્વીકાર કરે છે.એટલે પોતાના અંતર મનમાં વિરાજતા ભગવાનને ઓળખો અને જનો અને બીજાનાં અંતરમનમાં વિરાજતા પ્રભુને પ્રેમ આપી પોતાના કરી લો તો જીવન તરી જશો.’ગુરુજીએ સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top