Dakshin Gujarat

દમણના દરિયા કિનારે નમોપથ પર ચાલતી ટોપલેસ યુવતીનો વીડિયો વાયરલ

દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારા (Beach) પર બનેલા નયનરમ્ય રસ્તા પર મોડીરાત્રે એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોવાનો અશ્લિલ વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ પ્રમાણેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના ચક્કરમાં આજનું યુવાધન જાહેરમાં નગ્ન થઈ વીડિયો બનાવતા અચકાતું ન હોય આવા કિસ્સા વાલીઓ માટે અને પ્રશાસન માટે લાલબત્તી સમાન છે.

  • દમણના નયનરમ્ય દરિયા કિનારે યુવતીનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • દમણના નમોપથ અથવા રામસેતુ બીચના રસ્તા પર એક યુવતી ટોપલેસ થઈને ચાલતી હોવાનો વીડિયો વાયરલ થયો
  • સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાધન જાહેરમાં નગ્ન થઈ વીડિયો બનાવતા પણ અચકાતા નથી

સંઘપ્રદેશ દમણ એક પર્યટન સ્થળ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં દમણના દરિયા કિનારાની સાથે હરવા ફરવાના સ્થળોની કાયાપલટ થઈ છે. જેમાં ખાસ કરીને નાની દમણનો નમો પથ તથા મોટી દમણ જામપોર રામસેતુ રસ્તો દેશભરમાં વખણાઈ જવા પામ્યો છે. જેને લઇ અહીં મોટી સંખ્યામાં પર્યટકો વારે તહેવારે અને શનિ રવિની રજાના દિવસોમાં વેકેશન માણવા આવતા હોય છે. એટલું જ નહીં પણ આવા સુંદર રસ્તા પર ફિલ્મના શૂટિંગ, સીરીયલનું શૂટિંગ તથા પ્રિ વેડિંગ સોંગની સાથે સોશિયલ મીડિયામાં પર્યટકો રીલ પણ બનાવતા હોય છે. પરંતુ આજના યુવાધનો સોશિયલ મીડિયામાં વધુ લાઇક મેળવવા તથા છવાઈ જવાના ચક્કરમાં તેમની ઈજ્જત અને મર્યાદાઓને ઓળંગી રહ્યા છે. જેનો એક દાખલો હાલમાં જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો મુજબ દમણના નમો પથ અથવા તો રામસેતુ દરિયા કિનારે બનેલા રસ્તા પર મોડી રાતના સમયે જ્યાં લોકોની કોઈ અવરજવર ન હોય એ દરમિયાન એક યુવતી તેના શરીરના ઉપરના ભાગે પહેરેલ કપડાને કાઢી ટોપલેસ થઈને ચાલી રહી હોય એવો પાછળથી ઉતારાયેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ વીડીયો હાલના સમયનો છે કે અગાઉનો એની પુષ્ટિ થવા પામી નથી. પરંતુ છ સેકન્ડના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ વીડિયો દમણના જ દરિયા કિનારે કોઈ જગ્યાએ શૂટ કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયો જોયા પછી સીધું જણાઈ આવે છે કે, હાલના યુવાધનો સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવા અને છવાઈ જવા કોઈ પણ હદ વટાવવા અચકાતા નથી.

આવા કિસ્સા વાલીઓ અને તંત્ર માટે લાલ બત્તી સમાન બન્યા
આવા કિસ્સા યુવાધનોના વાલીઓ માટે, સમાજ માટે અને તંત્ર માટે લાલ બત્તી સમાન બની જવા પામ્યા છે. ત્યારે દમણ પ્રશાસન અને દમણ પોલીસ વિભાગ આ બાબતમાં ગંભીરતા દાખવી પ્રદેશમાં કોઈ શરમજનક મોટી ઘટના ન સર્જાય કે પછી આ પ્રમાણેના વીડિયો બનાવતા લોકો અટકે એવા આશય સાથે દિવસે અને ખાસ કરીને મોડી રાત્રે દમણના નમો પથ અને રામસેતુ રસ્તા પર પેટ્રોલિંગ કાર્યને જો સઘન બનાવે અને આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા લોકોને પકડી તેમની સામે સખ્ત કાર્યવાહી કરી સજાનું પ્રાવધાન કરે એ હવે જરૂરી બન્યું છે.

Most Popular

To Top