Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: તેલંગાણાના (Telangana) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એસીબીના અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલ પ્લાનિંગ ઓફિસર એસ. બાલકૃષ્ણના ઠેકાણાઓ ઉપર એક સાથે દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. બાલકૃષ્ણ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા.

ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની 14 ટીમો દ્વારા આખો દિવસ દરોડાની કામગીરી ચાલુ રહી હતી. તેમજ ગુરુવારે ફરી દરોડાની કામગીરી શરૂ થવાની શક્યતા છે. બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓની જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

બેંકના લોકર હજુ ખોલવામાં આવ્યા નથી
અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જંગમ-અચલ સંપત્તિના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે.

એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે. HMDAમાં સેવા આપ્યા બાદ તેણે સંપત્તિ મેળવી હોવાના અહેવાલ છે. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શક્યતા છે.

To Top