Madhya Gujarat

ચરોતરમાં કોલ્ડવેવતાપમાન 10 ડીગ્રી થયું

આણંદ તા 23
આણંદ જિલ્લામાં કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. રીતસર શીતલહેર જેવી સ્થિતિ સર્જાતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું છે અને હાડ થિજાવતી ટાઢ ઉડાવવા માટે લોકો તાપણાના સહારે આવી ગયા છે. ઠંડીને લીધે બજારોમાં પણ ચહલ પહલ ઘણી જ ઓછી જોવા મળી હતી.
તાપમાનમાં ન્યુનતમ પારો ઘટીને 10 ડીગ્રી થતાં વાતાવરણને ગંભીર અસર પહોંચી છે . એકદમ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તો ઠીક દિવસે પણ હાડ થિજાવતી ટાઢનો અહેસાસ થાય છે. પરિણામે આખો દિવસ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી છે. જો કે ઠંડીનું એટલું બધું જોર વધ્યું છે કે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે એટલે હાલ પોષ માસની કડકડતી ટાઢથી લોકો થીજી ગયા છે.
ઠંડીને કારણે જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે અને રાત પડતાની સાથે લોકો ઘરમાં કેદ થઈ જાય છે. આથી રાત્રે સ્વંયભુ કરફ્યુ હોય તેવી સ્થિતિ છે. દિવસે પણ ટાઢ લાગતી હોય લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળે છે જેમાં આજે સોમવારે ઉઘડતી બજાર હોવા છતાં લોકો ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને કાતિલ ઠંડીના માહોલમાં ગરમ વસ્તુઓમાં તડાકો પડી ગયો છે

Most Popular

To Top