Sports

‘હું વિઝા ઓફિસમાં બેસતો નથી’, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલાં રોહિત શર્મા આવું કેમ બોલ્યો?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) ઈંગ્લેન્ડ (England) સામે ઘરઆંગણે 5 મેચની ટેસ્ટ સિરિઝ (TestSeries) રમવાની છે. સિરિઝની પ્રથમ મેચ આવતીકાલે 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં (Haydrabad) રમાશે. ઈંગ્લેન્ડની ટીમ રવિવારે જ આ સિરિઝ માટે ભારત પહોંચી હતી. પરંતુ આ દરમિયાન મુલાકાતી ઇંગ્લિશ ટીમને મોટો ફટકો પડ્યો છે.

પાકિસ્તાની (Pakistan) મૂળના ઓફ સ્પિનર ​​શોએબ બશીરને (ShoebBashir) પહેલીવાર ઈંગ્લેન્ડની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ વિઝા (Visa) ન મળવાના કારણે બશીર યુએઈ (UAE)થી વતન પરત ફર્યો છે. 20 વર્ષનો બશીર અનકેપ્ડ ખેલાડી છે. તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (InternationalCricket) ડેબ્યુ કર્યું નથી. આ મામલે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (BenStocks) અને ભારતીય કેપ્ટન રોહિત શર્માના (RohitSharma) નિવેદનો સામે આવ્યા છે.

રોહિત અને સ્ટોક્સે બશીરના કેસ પર દુઃખ વ્યક્ત કર્યું હતું
સ્ટોક્સે કહ્યું કે તે બશીર માટે ચિંતિત છે. તેણે કહ્યું, ‘એક કેપ્ટન તરીકે તે ખૂબ જ નિરાશાજનક છે, અમે ડિસેમ્બરના મધ્યમાં જ અમારી ટીમની જાહેરાત કરી હતી. પરંતુ હજુ પણ બશીર વિઝા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યો છે, હું તેનું દર્દ સમજી શકું છું.

હૈદરાબાદ ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને પણ આ જ બાબત વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર રોહિતે કહ્યું, ‘મને તેના માટે ખરાબ લાગે છે. ઈંગ્લેન્ડની ટીમ સાથે જોડાતાની સાથે જ તે પ્રથમ વખત ભારત આવી રહ્યો હતો. આ કોઈ માટે સરળ નથી.

જો આપણામાંથી કોઈ ઈંગ્લેન્ડ જતું હોય અને તેને વિઝા ન મળે તો પણ તે દુઃખી થાય. રોહિતે વધુમાં કહ્યું, ‘હું વિઝા ઓફિસમાં બેસતો નથી, તેથી હું વધુ માહિતી આપી શકતો નથી, પરંતુ મને આશા છે કે તે જલ્દી ભારત આવશે. આપણા દેશમાં ક્રિકેટનો આનંદ માણશે અને ક્રિકેટ રમશે.

ઈંગ્લેન્ડના કોચને વિઝા મંજૂર થાય તેવી આશા
ઈંગ્લેન્ડના કોચને પણ ભારત સરકાર પાસેથી અપેક્ષાઓ છે તમને જણાવી દઈએ કે બશીરનો જન્મ ઈંગ્લેન્ડના સમરસેટમાં થયો હતો. પરંતુ તેના માતા-પિતા પાકિસ્તાની મૂળના છે. બશીર અંગે તાજેતરમાં ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે કહ્યું હતું કે બશીરના મામલે તેમને ભારત સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

મેક્કુલમે કહ્યું, ‘તેના વિઝામાં કંઈક ખોટું હતું. અમને વિશ્વાસ છે કે BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) અને ભારત સરકાર ચોક્કસપણે આ મામલામાં કોઈક ઉકેલ શોધી કાઢશે. અમને આશા છે કે વિઝા મંજૂર થયાના સમાચાર ટૂંક સમયમાં આવશે. ઉપરાંત, અમે બશીરને પ્રથમ મેચમાં પણ જોઈ શકીએ છીએ.

Most Popular

To Top