Top News

More Posts

   The Latest

Most Popular

આસામ: વડાપ્રધાન મોદી (PM Modi) આજે આસામના પ્રવાસે છે. તેમજ પીએમ મોદીએ આજે ​​આસામને (Assam) 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ (Project) ભેટમાં આપ્યા છે. તેમજ અહીં વડાપ્રધાને ધણી મહત્વપૂર્ણ વાત કરતા આપણા ભારતીય વારસાને (Indian Heritage) મહત્વ આપવાનું સુચવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ્સની મદદથી પ્રવાસનને (Tourism) પણ મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “રૂ. 11,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન દક્ષિણ એશિયાના અન્ય દેશો સાથે આસામ અને પૂર્વોત્તરનું જોડાણ મજબૂત કરશે. આ પ્રોજેક્ટ્સ પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની તકો વધારશે. તેમજ પીએમ મોદીએ આજે મા કામાખ્યા એક્સેસ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં યાત્રાળુઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળશે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું- આસામનો પ્રેમ મારો ભરોસો છે.’’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આપણા તીર્થધામો, આપણા મંદિરો, આપણા આસ્થાના સ્થળો, આ માત્ર મુલાકાત લેવાના સ્થળો નથી. આ આપણી સંસ્કૃતિની હજારો વર્ષના સફરના અવિશ્વસનીય ચિહ્નો છે. આ એ વાતનો પુરાવો છે કે ભારત કેવી રીતે ઉભું રહ્યું છે. તેમજ કટોકટીના ચહેરામાં મજબૂત રીતે ઊભુ રહ્યું છે.”

આજે આસામમાં 12 મેડિકલ કોલેજ છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, “ભાજપ સરકાર પહેલા આસામમાં માત્ર 6 મેડિકલ કોલેજ હતી, જ્યારે આજે 12 મેડિકલ કોલેજ છે. આસામ આજે પૂર્વોત્તરમાં કેન્સરની સારવાર માટે એક મોટું કેન્દ્ર બની ગયું છે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું, “સ્વતંત્રતા પછી પણ વર્ષો સુધી સત્તામાં રહેલા લોકો પવિત્ર ધર્મસ્થાનોનું મહત્વ સમજી શક્યા નથી. રાજકીય લાભ માટે તેઓએ પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસથી શરમાવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ દેશ અને તેના ઈતિહાસને અવગણીને પ્રગતિ કરી શકતો નથી. પરંતુ છેલ્લાં દસ વર્ષમાં દેશની પરિસ્થિતિ બદલાઈ છે.”

PMએ રોડ શો કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે સવારે આસામમાં રોડ શો યોજ્યો હતો. ખુલ્લા ટોપના વાહનમાંથી તેઓએ હાથ હલાવીને રોડની બંને બાજુએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોનું અભિવાદન કર્યું હતું. તેમજ રોડની બંને બાજુએ ઉભેલા લોકોએ પણ વડાપ્રધાનના નામનો સૂત્રોચ્ચાર કરી પીએમ મોદીને વધાવી લીધા હતા. તેમજ વડાપ્રધાન મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતની પ્રશંસા કરતા લોકો હાથ મિલાવ્યા હતા.

To Top