Entertainment

પૂનમ પાંડે જીવે છે, જાતે જ ફેલાવ્યા હતા મોતના સમાચાર, વિડિયો પોસ્ટ કરી કહ્યું…

મુંબઈ: વિવાદાસ્પદ ગ્લેમર ગર્લ પૂનમ પાંડેના (PoonamPandey) મોતના (FakeDeath) સમાચારે ગઈકાલે 2 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી હતી. 32 વર્ષની નાની ઉંમરે પૂનમના મૃત્યુથી તેના ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા.

સર્વાઈકલ કેન્સરના (Cervicalcancer) લીધે તેનું નિધન થયાના સમાચાર ફેલાતા દેશભરમાં સર્વાઈકલ કેન્સરની ગંભીરતા વિશે ચર્ચાઓ થવા લાગી હતી, ત્યારે આજે પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો પોસ્ટ કરીને જાહેર કર્યું છે કે, તે જીવિત છે. સર્વાઈકલ કેન્સરથી તેનું મોત થયું નથી. પૂનમ પાંડેના આ નવા વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના ચાહકો ખુશ છે તો બીજી તરફ કેટલાંક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટથી શરૂ થયેલી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર રહસ્ય બની ગયા હતા. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર 2 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા. તેની મેનેજમેન્ટ ટીમે જાહેરાત કરી હતી કે અભિનેત્રીનું મૃત્યુ થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાય છે. પરંતુ પૂનમ પાંડે જીવિત છે.

પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે સર્વાઈકલ કેન્સરને હરાવવું શક્ય છે. તમારે ફક્ત તમારા સમયસર ટેસ્ટ કરાવવા પડશે અને HPV રસી લેવી પડશે.

પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. પૂનમ પાંડેએ સોશ્યિલ મીડિયા પર પોતાના મોતના સમાચાર બદલ માફી પણ માંગી છે. તેણીએ તેની એજન્સી HAUTERRFLY ના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલા વિડિયોમાં, ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની માફી માંગી છે. પૂનમ પાંડે કહી રહી છે કે તેણે આ બધું સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું છે.

પૂનમે જ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા
આ પોસ્ટ પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. કહેવાય છે કે પૂનમ પાંડેનું અવસાન થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર છે, જેનાથી તે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહી હતી. આ પછી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો. યુઝર્સ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.

તેણે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે. પૂનમ પાંડેના મેનેજરે કહ્યું કે આ વાત સાચી છે અને તેને અભિનેત્રીના પરિવાર તરફથી આ સમાચાર મળ્યા છે. તેણી યુપીમાં તેના વતનથી કેન્સરની સારવાર કરાવી રહી હતી અને ત્યાં તેણીનું મૃત્યુ થયું. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પૂનમ પાંડેની નજીકના લોકો માટે એ માનવું મુશ્કેલ હતું કે અભિનેત્રી હવે આ દુનિયામાં નથી. પૂનમ પાંડેનો પરિવાર પણ ગુમ હતો અને તેના બોડીગાર્ડને પણ તેની બીમારી અને મૃત્યુની જાણ નહોતી. મૃત્યુના સમાચારથી બોડીગાર્ડ ચોંકી ગયો હતો. કેઆરકેએ સોશિયલ મીડિયા પર પૂનમનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં અભિનેત્રી પાર્ટી કરતી જોવા મળી હતી.

કેઆરકેએ જણાવ્યું હતું કે પૂનમ બે દિવસ પહેલા પાર્ટી કરી રહી હતી. હવે આ બધો ડ્રામા સમાપ્ત થઈ ગયો છે. પૂનમ પાંડે જીવિત છે. સોશિયલ મીડિયા યુઝર્સનું અનુમાન સાચું નીકળ્યું. તેણીએ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે તેના મૃત્યુની ખોટી અફવાઓ ફેલાવી હતી. હવે તેણીએ પોતે આ સત્યનો પર્દાફાશ કર્યો છે અને ટ્રોલના નિશાના પર બની છે. પૂનમ પાંડેનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. હવે તેની ખૂબ ટીકા થઈ રહી છે.

Most Popular

To Top