Gujarat Main

અમદાવાદમાં ડબલ ડેકર બસ ફરી દોડશે, એક જમાનામાં સુરતમાં પણ દોડતી હતી

અમદાવાદ(Ahmedabad) : રાજ્યના સૌથી મોટા શહેર મેટ્રો સિટી (MetroCity) અમદાવાદમાં આજે મોટી ભેટ મળી છે. 34 વર્ષ બાદ અમદાવાદમાં ફરી એકવાર ડબલ ડેકર (Doubledeckerbus) બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ જૂના અમદાવાદની યાદો તાજી થઈ છે. એક જમાનામાં અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ ડબલ ડેકર બસો દોડતી હતી.

અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની સેવા શરૂ કરાઈ છે. આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈને ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરી હતી. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. જે બાદમાં હવે અમદાવાદમાં પણ AMC દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઇ છે.

આ નવી ડબલ ડેકર બસ વિશે વાત કરીએ તો આ બસમાં 60 લોકો બેસી શકે તેટલી સીટોની વ્યવસ્થા છે. આ ડબલ ડેકર બસ અમદાવાદના 7 રૂટ પર દોડશે. જણાવી દઈએ કે 34 વર્ષ પહેલાં અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી. 80 અને 90ના દાયકામાં ડબલ ડેકર બસનું આકર્ષણ રહેતું હતું. બાળકો અને વડીલો તમામની તે ફેવરિટ હતી.

અગાઉ 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદૃશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ડબલ-ડેકર સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે. સુરતમાં પણ 90ના દાયકામાં ડબલ ડેકર બસો દોડતી હતી. હવે અમદાવાદ બાદ સુરતમાં ક્યારે ડબલ ડેકર બસની સર્વિસ શરૂ થાયચે તે જોવું રહ્યું.

Most Popular

To Top