National

ઉત્તરપ્રદેશ ATSએ મેરઠથી ISI એજન્ટને ઝડપી પાડ્યો, મોસ્કોથી પાકિસ્તાન મોકલી હતી સેનાની માહિતી

મેરઠ: પાકિસ્તાનની (Pakistan) જાસૂસી સંસ્થા ISI ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાના પ્રયાસો કરતી રહે છે. તેમજ હાલ રશિયાના (Russia) ભારત સ્થિત દૂતાવાસમાં તૈનાત એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જે ભારતીય કર્મચારી હોવા છતાં પાકિસ્તાની એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માટે કામ કરતો હતો. આ ધરપકડ મેરઠથી કરવામાં આવી છે. આ ધરપકડ યુપી એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમજ તેમની સફળતા બાદ એજન્ટની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આઈએસઆઈ એજન્ટનું નામ સતેન્દ્ર સિવાલ હોવાનું સામે આવ્યું છે. જે મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ઈન્ડિયન બેઝ્ડ સિક્યુરિટી આસિસ્ટન્ટ (IBSA) તરીકે તૈનાત હતો. સતેન્દ્ર ભારતીય સેના અને આઈએસઆઈ સાથે જોડાયેલી મહત્વની માહિતી આપતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સતેન્દ્ર 2021થી મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત છે.

હની ટ્રેપનો શિકાર
વાસ્તવમાં UP ATSને ઈનપુટ મળ્યો હતો કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર્સ વિદેશ મંત્રાલય (ભારત સરકાર)ના કર્મચારીઓને હની ટ્રેપમાં ફસાવી રહ્યા છે અને પૈસાની લાલચ આપીને જાસૂસી કરાવવા માટે તૈયાર કરી રહ્યા છે. જ્યારે UP ATSએ આ ઇનપુટની તપાસ કરી તો જાણવા મળ્યું કે સતેન્દ્ર સિવાલને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને આપેલી માહિતીના બદલામાં પૈસા પણ મોકલવામાં આવ્યા હતા.

સતેન્દ્ર MTS વિદેશ મંત્રાલયમાં તૈનાત છે
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એજન્ટો દ્વારા ભારતીય સેના સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ અને ગોપનીય માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. માહિતી અનુસાર હાપુડના રહેવાસી સતેન્દ્ર સિવાલ વિદેશ મંત્રાલયમાં MTS (મલ્ટી-ટાસ્કિંગ, સ્ટાફ)ના પદ પર નિયુક્ત છે. હાલમાં તે રશિયાની રાજધાની મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં કામ કરતો હતો. ધરપકડ બાદ સતેન્દ્ર પાસેથી બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. આ સાથે આરોપીઓ પાસેથી 600 રૂપિયા પણ મળી આવ્યા છે.

પૂછપરછ દરમિયાન ગુનો કબુલ્યો હતો
યુપી એટીએસના જણાવ્યા અનુસાર માહિતી મળ્યા બાદ જ્યારે તેઓએ સતેન્દ્ર સિવાલની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી તો તે પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં. તેની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેમજ તેણે પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીને ગુપ્ત માહિતી મોકલી રહ્યો છે.

Most Popular

To Top