National

પંજાબના ગવર્નર પદેથી બનવારી લાલ પુરોહિતે રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિને પત્ર સુપરત કર્યો

પંજાબના રાજ્યપાલ (Panjab Governor) અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતે રાજ્યપાલ પદેથી રાજીનામું (Resign) આપી દીધું છે. તેમણે આજે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. મળતી માહિતી મુજબ બનવારી લાલે અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

બનવારી લાલના રાજીનામું આપવા પાછલનું કારણ અંગત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપવામાં આવેલા રાજીનામાના પત્રમાં બનવારી લાલે લખ્યું છે કે મારા અંગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને કારણે હું પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસકના પદ પરથી રાજીનામું આપું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.

પુરોહિત માત્ર પંજાબના રાજ્યપાલ જ નથી પરંતુ યુટી ચંદીગઢના પ્રશાસક પણ છે. 31 ઓગસ્ટ 2021ના રોજ પંજાબના રાજ્યપાલનું પદ સંભાળતા પહેલા તેઓ આસામ અને તમિલનાડુના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. પંજાબમાં તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા વિવાદોને જન્મ આપ્યો અને મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે એવો સંઘર્ષ થયો કે બંનેને તેમના અધિકારો માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો.

આ પહેલા તેઓ આસામના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. 78 વર્ષના બનવારીલાલ પુરોહિત પણ બે વખત કોંગ્રેસમાંથી અને એક વખત ભાજપની ટિકિટ પરથી સાંસદ બન્યા છે. તેમણે 1977માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1978માં વિદર્ભ આંદોલન સમિતિની ટિકિટ પર નાગપુરથી વિધાનસભાની ચૂંટણી જીતી. 1980માં દક્ષિણ નાગપુરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા. 1984 અને 1989માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર નાગપુર લોકસભા સીટ પરથી ચૂંટાયા હતા. તેઓ 1991માં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને 1996માં ટિકિટ આપી અને તેઓ ત્રીજી વખત સાંસદ બન્યા.

Most Popular

To Top