Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય અસ્થિરતાની સ્થિતિ વચ્ચે સતત આતંકી હુમલા (Terrorist attacks) થઈ રહ્યાં છે. ગયા અઠવાડિયે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Former Prime Minister of Pakistan Imran Khan) અને તેની પત્ની બુશરા બીબીને કોર્ટે સજા સંભળાવ્યા બાદથી માહોલ તંગ છે. દરમિયાન તા. 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી (Elections in Pakistan) યોજાવાની છે તે પહેલાં આજે આતંકી હુમલો થયો છે.

પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે તે પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા (Pakhtunkhwa) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને 6 ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ રાતના અંધારામાં ભાગી ગયા હતા.

પાક પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તેમજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ સાથે રેપિડ એક્શન ફોર્સ પણ સ્થળ પર તૈનાત છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા પાડોશી દેશ સતત આતંકી હુમલાઓનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં બલૂચિસ્તાનમાં સતત ત્રણ આતંકવાદી હુમલામાં ચાર સરકારી કર્મચારીઓ અને બે નાગરિકોના મોત થયા હતા, ત્યારબાદ પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં નવ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

To Top