Business

બોરસદ-ખંભાતના કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા

આણંદ, તા.4
બોરસદ અને ખંભાત વિધાનસભા વિસ્તારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સમર્થકોને ભાજપની વિચારધારા સાથે જોડાવવા માટે કાર્યક્રમો યોજાયા હતા. બોરસદ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને બોરસદ એપીએમસીના વાઈસ ચેરમેન અશ્વિનભાઈ કા પટેલ, ત્રણ ડિરેક્ટર, ખેતી બેન્ક ચેરમેન, સહિત તા.પ સભ્યો, સરપંચ ઉપસરપંચ સહકારી મંડળીઓ ચેરમેન સભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને 3150 કરતાં વધુ સમર્થકો ભાજપનો ખેસ પહેરાવી બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.
વિધાનસભાના ચુંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું.
ત્યારબાદ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખંભાત ખાતે ચિરાગભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે.

Most Popular

To Top