National

નોટિસ આપ્યા વિના આતિશીના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, હોર્સ ટ્રેડિંગના પુરાવાની માંગ

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ધારાસભ્યો દ્વારા હોર્સ ટ્રેડિંગ (Horse Trading) થતી હોવાનો દાવો કર્યો હતો. તેમજ આ વિષયે તપાસ માટે મુખ્યમંત્રી કાર્યાલયને (Chief Minister’s Office) નોટિસ પાઠવી હતી. હવે આ નોટીસ બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમ મંત્રી આતિષીના ઘરે પહોંચી છે. દરમિયાન આતિશી ઘરે હાજર ન હતી. આગાઉ પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની (Delhi Crime Branch) એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી. પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું.

દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને ત્રણ સવાલોના જવાબો પૂછ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું છે. લાગેલા આરોપોના પુરાવા આપો. તેમજ સાત ધારાસભ્યોના નામ જણાવો અને પુરાવા શું છે તેની જાણકારી આપો. આ ત્રણ માહિતીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.

કેજરીવાલે આ આક્ષેપો કર્યા હતા
અગાઉ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તેમાંથી દરેકને પક્ષપલટા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કથિત દારૂ કૌભાંડમાં તેમની ધરપકડ કરવા અને દિલ્હીમાં તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું, ‘અમારા તમામ ધારાસભ્યો પણ મજબૂતીથી સાથે છે. આ વખતે પણ વિપક્ષના લોકો તેમના નાપાક ઈરાદામાં નિષ્ફળ જશે. તેઓ જાણે છે કે અમારી સરકારે દિલ્હીના લોકો માટે કેટલું કામ કર્યું છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ તમામ અવરોધો છતાં અમે ઘણું બધું સિદ્ધ કર્યું છે. દિલ્હીના લોકો AAPને ખૂબ પ્રેમ કરે છે. તેથી ચૂંટણીમાં AAPને હરાવવા તેમના હાથમાં નથી. તેથી તેઓ નકલી દારૂના કૌભાંડના બહાને તેમની ધરપકડ કરીને સરકારને ઉથલાવી દેવા માંગે છે.’’

ભાજપનો પલટવાર
ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, “આ બતાવે છે કે કેજરીવાલ રાજકીય રીતે કેટલા હતાશ થઈ ગયા છે.” તેમના પરનો આ પાયાવિહોણો આરોપ તેમનું રાજકીય અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ છે. તેમજ 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં 62 સભ્યો ધરાવતી સત્તાધારી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ભાજપ તોડવા માંગે છે તેવો આક્ષેપ તેની માનસિક નાદારી દર્શાવે છે.”

Most Popular

To Top