National

મહારાષ્ટ્ર: ઉલ્હાસનગર ફાયરિંગના CCTV ફૂટેજ વાઇરલ, ભાજપા નેતા સહિત 3ની ધરપકડ

ઉલ્હાસનગરઃ મહારાષ્ટ્રના (Maharashtra) ઉલ્હાસનગરમાં (Ulhasnagar) ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી (Firing) મારી દીધી હતી. આ ગોળીબાર હિલ લાઇન પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની કેબિનની અંદર થયો હતો. જ્યાં બે રાજકારણીઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. ગોળીબાર બાદ પોલીસે તરત જ આરોપી ધારાસભ્યને કસ્ટડીમાં લીધા હતા.

દરમિયાન ઉલ્હાસનગરમાં બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર અંધાધૂંધ ફાયરિંગના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભાજપના ધારાસભ્ય અંધાધૂંધ ફાયરિંગ કરતા જોવા મળે છે. નોંધનીય છે કે પરસ્પર વિવાદ બાદ બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ACP નિલેશ સોનાવણેના નેતૃત્વમાં થાણે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી છે. તેમજ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના (શિંદે જૂથ)ના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને બંને પક્ષો ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યએ શિવસેનાના નેતા મહેશને 6 ગોળી મારી હતી. મહેશ ઉપરાંત અન્ય એક નેતા રાહુલ પાટીલ પણ ફાયરિંગમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ પછી બંને નેતાઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.

3ની ધરપકડ અને 3ની શોધ
ફાયરિંગના આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે કુલ 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હિલ લાઇન પોલીસે કુલ 6 લોકો સામે કેસ નોંધ્યો છે. જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના 3 આરોપીઓને પોલીસ શોધી રહી છે. જણાવી દઇયેકે પોલીસે આઈપીસી કલમ 307, 120 બી, 143, 147, 148, 149, 109, 323, 504 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

કોની સામે નોંધાયો કેસ?

  • ગણપત કાલુ ગાયકવાડ, ધારાસભ્ય (ધરપકડ)
  • હર્ષલ નાના રહે કાણે (ધરપકડ)
  • સંદીપ અનંત સરવણકર (ધરપકડ)
  • વૈભવ ગાયકવાડ (કેસ નોંધાયો)
  • નાગેશ બડેકર (કેસ નોંધાયો)
  • વિકી ગણોત્રા (કેસ નોંધાયો)

Most Popular

To Top