SURAT

ઉધના ઝોન-એ માં 133 મિલકતો સીલ કરી એક જ દિવસમાં કુલ 78 લાખની વેરા વસુલાત કરાઈ

સુરતઃ (Surat) ઉધના ઝોન-એમાં વેરો (Tax) ભરવાનો બાકી હોય તેવી મિલકતો સામે મનપાની ટીમ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબકકામાં 174 મિલકતને સીલ કરવાની કાર્યવાહી કર્યા બાદ બીજા તબક્કામાં 173 મિલકતોને સીલ કરવામાં આવી હતી અને સ્થળ ઉપર જ કુલ રૂપિયા 1.62 કરોડની વસુલાત તથા એડવાન્સ ચેકની વસુલાત કરવામાં આવી હતી તેમજ કુલ 133 મિલકતો સીલ કરવામાં આવી હતી.

  • ઉધના ઝોન-એ માં 133 મિલકતો સીલ કરી એક જ દિવસમાં કુલ 78 લાખની વેરા વસુલાત કરાઈ
  • બીજા તબક્કામાં કુલ 1.62 કરોડના વેરાની વસૂલાત કરવામાં આવી

ઉધના ઝોન-એ ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સતત વસુલાત ઝુંબેશ કરી કડક કાર્યવાહી કરાતા ઉધના ઝોનમાં ચાલુ નાણાંકીય વર્ષમાં સઘન ઝુંબેશ દરમ્યાન અંદાજીત રૂ. 20 કરોડ જેટલી વસુલાત કરવામાં આવી છે. જેમાં શનિવારે કુલ રૂા. 78 લાખ તથા ચાલુ નાણાંકીય વર્ષમાં આજદિન સુધી રૂ 249.86 કરોડ વસુલાત થઈ છે જે ગત નાણાકીય વર્ષની કુલ રૂ.231 કરોડની વસુલાત પાર કરી ગત નાણાકીય વર્ષની કુલ વસુલાત કરતા રૂ. 19 કરોડની વધુ વસુલાત થઈ છે. હજુ પણ મિલ્કત વેરો- વ્યવસાય વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર કરદાતાઓની મિલ્કતોને સીલ કરવાની તેમજ નળ કનેકશનો કાપવા જેવી કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી જેઓને વેરો ભરવાનો બાકી છે તેઓને તાકીદે વેરો ભરવા માટે ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top