National

પાંચમી વાર પણ સમન્સનો જવાબ ન આપવા બદલ કેજરીવાલ વિરૂદ્ધ ED ની કોર્ટમાં ફરિયાદ

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જારી કર્યા પછી પણ હાજર ન થવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યું છે. હવે EDની ફરિયાદ પર કોર્ટમાં 7 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં હાજર ન થવા બદલ અહીંની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રા સમક્ષ દાખલ કરવામાં આવી હતી, જેમણે આ મામલાની વધુ સુનાવણી 7 ફેબ્રુઆરીએ રાખી હતી.

ન્યાયાધીશે નોંધ્યું હતું કે, કલમ 50, પીએમએલએ, 2002ના પાલનમાં ગેરહાજરી માટે તાજી ફરિયાદ મળી છે. ન્યાયાધીશે આંશિક દલીલો સાંભળી અને મામલો મુલતવી રાખ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે આ એક તાજો ફરિયાદનો કેસ છે. રજૂઆતો સાંભળવામાં આવી છે. બાકીની રજૂઆતો વિચારણા માટે 7 ફેબ્રુઆરી 2024ના રોજ મૂકવામાં આવશે. જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી. EDએ શુક્રવારે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. આમ આદમી પાર્ટીએ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા છે.

સમન્સ પર AAP પાર્ટીનું નિવેદન
આપે જણાવ્યું કે કાયદેસર રીતે યોગ્ય સમન્સનું પાલન કરવામાં આવશે. વડાપ્રધાન પર નિશાન સાધતા AAPએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરાવવાનો છે. તેઓ દિલ્હીની AAP સરકારને તોડી પાડવા માંગે છે. EDએ બે દિવસ પહેલા કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં તેમની સમક્ષ હાજર થવા માટે પાંચમી વખત સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલે EDના ચારેય સમન્સને ગેરકાયદેસર અને અમાન્ય જાહેર કર્યા છે. આ વખતે તેમના બદલે પક્ષે સમન્સ પર સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top