Top News

More Posts

   The Latest

Most Popular

કાનપુર: કાનપુર (Kanpur) દેહાતના સિકંદરા ગામમાં સંદલપુર રોડ ઉપર જગન્નાથપુર ગામ પાસે રવિવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. ઘટના રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં છ લોકોના મોત (Death) થયા હતા અને બે લોકો ઘાયલ (Injured) થયા હતા. તમામ લોકો તિલક સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમજ કાર (Car) કાબૂ બહાર જતાં નાળામાં (Drainage) પલટી મરી જતા આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે લગભગ 2 વાગે કાનપુર દેહાતમાં સિકંદરાના સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે સ્વીફ્ટ ડિઝાયર કાર એક અનિયંત્રિત થતા નાળામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં BSF જવાન સહિત છ લોકોના મોત થયા છે. જ્યારે કારમાં ફસાયેલા બે બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી છે.

અકસ્માતગ્રસ્ત તમામ લોકો ઔરૈયા જિલ્લામાંથી તિલક સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમજ રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે સિકંદરાના સંદલપુર રોડ પર જગન્નાથપુર ગામ પાસે તેઓની સ્વીફ્ટ ડિઝાયર કાર અનિયંત્રિત થઇ નાળામાં પલટી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

ઘટના બાદ રાત્રે એસપી અને એએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરેકને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. આ પરિવાર તિલક સમારોહમાં હાજરી આપીને મધ્યપ્રદેશના ભિંડના ફૂફગાંવથી પરત ફરી રહ્યો હતો.

મૃતકો

  • કાર ચાલક રમાકાંતનો પુત્ર વિકાસ ઉ.વ 42
  • મુર્રા પોલીસ સ્ટેશન ડેરાપુર નિવાસી પંકજ શર્માની પુત્રી ખુશ્બુ ઉ.વ 17
  • મુર્રા પોલીસ સ્ટેશન ડેરાપુર ગોલુ પુત્ર વિજય ઉ.વ 16
  • બૈરી બાગપુર પોલીસ સ્ટેશન શિવલી પ્રતિક પુત્ર પવન ઉ.વ 10
  • શૈલ પોલીસ સ્ટેશન શિવરાજપુર રહે.કાનપુર નગર, સંજય ઉર્ફે સંજુ
  • સ્વ. મુર્રા મહોઈ પોલીસ સ્ટેશન ડેરાપુર નિવાસી મોતીલાલ ઉ.વ 55
  • મુર્રા પોલીસ સ્ટેશન ડેરાપુર કાનપુર દેહાત નિવાસી પંકજ શર્માની પુત્રી પ્રાચી ઉ.વ 13

આ સિવાય કારમાં સવાર વૈષ્ણવીની પુત્રી વિકાસ ઉ.વ 17 નિવાસી મુર્રા પોલીસ સ્ટેશન ડેરાપુર અને વિરાટનો પુત્ર વિકાસ ઉ.વ 18 નિવાસી મુર્રા પોલીસ સ્ટેશન ડેરાપુર ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ તમામ મૃતદેહોને મોર્ચરીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમજ એસપી બીબીજીટીએસ મૂર્તિ અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળ પર છે.

To Top