Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: માલદીવના (Maldives) પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે બોયકોટ માલદિવ્સ ટ્રેંડ (Boycott Maldives trend) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે આ ટ્રેંડથી દેશના પ્રવાસન ઉપર અસર પડી છે. તેમજ મોહમ્મદ નશીદે માલદીવના લોકો વતી ભારતીયોની માફી (Apology) પણ માંગી અને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ભારતીય પ્રવાસીઓ તેમના દેશમાં આવતા રહે.

ભારત અને માલદીવ વચ્ચે હજી સુધી રાજદ્વારી વિવાદ ચાલુ છે. દરમિયાન માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવનો બહિષ્કાર કરવાના ભારતના એલાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ બહિષ્કારથી તેમના દેશના પ્રવાસન ક્ષેત્ર પર મોટી અસર પડી છે.’ તેમણે માલદીવના લોકો વતી માફી પણ માંગી હતી. નશીદ હાલમાં ભારતમાં છે. દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના તણાવ વિશે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે માલદીવના લોકોને “માફ કરજો”.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “બહિષ્કારની માલદીવ પર ભારે અસર પડી છે, અને હું આ વિષયે ખરેખર ખૂબ જ ચિંતિત છું. હું કહેવા માંગુ છું કે મને અને માલદીવના લોકો દિલગીર છીએ.” એક ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ પૂર્વ રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું, “હું મારી રજાઓમાં માલદીવ આવીશ અને અમારી આતિથ્યમાં કોઈ ફેરફાર નહીં થાય.” પૂર્વ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે, “હું ગઈકાલે રાત્રે વડા પ્રધાનને મળ્યો હતો. પીએમ મોદીએ અમને શુભેચ્છા પાઠવી હતી. હું પીએમ નરેન્દ્ર મોદીનો મોટો સમર્થક છું. તેમજ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.”

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ બહિષ્કાર માટે જવાબદાર લોકો વિરુધ્ધ માલદીવ સરકારની ત્વરીત કાર્યવાહીની સરાહના કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું, “મને લાગે છે કે આ બાબતોનો ઉકેલ લાવવો જોઈએ અને આપણે બહિષ્કારનો માર્ગ બદલવો જોઈએ અને આપણા સામાન્ય સંબંધોને ફરી બરાબર કરવા જોઈએ.”

ઐતિહાસિક સંબંધોની પણ વાત કરતા નશીદે ભૂતકાળના પડકારો દરમિયાન ભારતના જવાબદાર વલણ અને વર્તન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઇચ્છતા હતા કે ભારતીય સૈન્ય જવાનો ત્યાંથી નીકળી જાય, ત્યારે તમે જાણો છો કે ભારતે શું કર્યું? તેઓએ તેમના હથિયારો ફોલ્ડ કર્યા ન હતા. તેઓએ બળ બતાવ્યું ન હતું.” પરંતુ માલદીવ સરકારને ફક્ત એટલું જ કહ્યું, ‘ઠીક છે, ચાલો આ વિષયે ચર્ચા કરીએ.’

To Top